Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

તળાજાઃ માઇનિંગ નહી અટકે ત્યાં સુધી શિક્ષણ અને ધંધા રોજગાર બંધ

ઉંચાકોટડા ખાતે આંદોલનનોઃ પ્રારંભ

તળાજા, તા૭: તળાજા મહુવા તાલુકાના ગામડાઓમાં અલ્ટ્રા ટેક સીમેન્ટ કમ્પની દ્વારા કરવામાં આવતા માઇનિંગના વિરોધનો આજથી નવો વધુ એક આધ્યાય શરૂ થઈ રહ્યો છે. આજથી માઇનિંગ અટકાવવાની નેઇમ સાથે આસપાસના ગામડાઓના લોકો વેપાર ધંધા અને બાળકોના શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરી માઇનિંગનો વિરોધ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ તળાજા મહુવા તાલુકા ના ગામડાઓમાં સરકાર દ્વારા માઇનિંગ કરવાની અલ્ટ્રાટેકને આપેલી મંજૂરીના વિરોધને લઈ પોલીસ અને માઇનિંગનો વિરોધ કરતા એક હજાર થી વધુ લોકો વચ્ચે ઘર્ષણ થયા બાદ આજ થી ફરીને વિરોધનો નવો એજન્ડા ઘડવામાં આવ્યો છે.

ભરત ભીલના જણાવ્યા પ્રમાણે સરકાર ને માઇનિંગ કરવા દેવુજ હતું તો અઢી વર્ષ પહેલાં લોક સુનાવણી શુકામ હાથ ધરવામાં આવી. સો ટકા લોકોનો વિરોધ હોવા છતાંય માઇનિંગની મંજૂરી આપવી એ ગેરકાયદેસર બાબત છે. એટલેજ માઇનિંગ બાબતે કલેકટરથી લઈ સરકારના કોઈ પ્રતિનિધિ જવાબ ક્ષુધા આપતા નથી. સરકારને ચેલેન્જ ફેકતા કહયુ હતું કે સરકાર સાબિત કરી દેખાડે કે કાયદેસર માઇનિંગ થઈ રહયુ છે.

માઇનિંગના વિરોધ માટે થઈને અહિંસક આંદોલનના મંડાણના ભાગ રૂપે  આસપાસ નાગામના લોકો પોત પોતાના વ્યવસાય ધંધા બન્ધ રાખશે. સાથે બાળકો શાળા એન જઇને શિક્ષણ કાર્યથી દુર રહશે.ઉંચા કોટડા માતાજીના મંદિર ખાતે વિરોધ નોંધાવવા માટે સૌ એકઠા થશે. જયાં સુધી માઇનિંગ નહિ અટકે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહશે.(૨૨.૬)

 

(3:45 pm IST)