Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયા

રાજકોટ તા. ૭ :  શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

શાપર-વેરાવળના પી.એસ.આઇ. એમ.આર.ગોંડલીયા તથા પો.હેડ.કોન્સ. રોહીતભાઇ બકોત્રા, પો.કોન્સ.માવજીભાઇ ડાંગર, પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલા, પો.કોન્સ. અનિરૂદ્ધસિંહ જાડેજા તથા પો.કોન્સ.વિજયગીરી ગોસ્વામી  પેટ્રોલીંગમાં હતા તેદરમ્યાન વેરાવળ-શાપર) પિતૃકૃપા હોટલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા (૧) અનીલ રમેશભાઇ બાભણીયા(ર) કિરણ ઉર્ફે કરણ ભગીરથભાઇ મેકવાન (૩) અજય વિજયભાઇ બાભણીયા તથા (૪) સંજય જયંતીભાઇ પરમાર રહે.વેરાવળ (શાપર)વાળાઓને રોકડ રૂ.૧૦.૧૦૦/- તથા મોબાઇલ નંગ રની કિ.રૂ.ર,૦૦૦/ સહીત કુલ કિ.રૂ. ૧ર,૧૦૦/ના મુદામાલ સાથે પકડી પાડી  કાયદેસરની કાર્યવાહી કરેલ છે.(૬.૧૭)

(11:33 am IST)