Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સી.એસ.આઇ.આર-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરિન કેમિકલ્સ રિસર્ચ સંસ્થામાં ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક કાર્યશાળા

ભાવનગર, તા. ૭ : સમગ્ર વિશ્વમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે, સ્વચ્છ પીવાના પાણી અને ગ્રીન ઉર્જા સ્ત્રોતો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાજિક અને ઔદ્યોગિક માંગને પૂર્ણ કરવા માટે ટકાઉ તકનીકોની આવશ્કયતા છે. પાણી અને ઉર્જા ક્ષેત્રોમાં ઝડપી વિકાસ, તાત્કાલીક પાણીની ડિસેલિનેશન, શુદ્ધિકરણ અને ઉર્જા ઉત્પન્ન માટે ટકાઉ અને ગ્રીન મેમ્બ્રેન તકનીકોની જરૂર છે. પાણીનું ડિસેલિનેશન-શુદ્ધિકરણ માટે, રિવર્સ ઓસ્મોસિસ (આર.ઓ.), નેનો-ગાળણક્રિયા (એન.એફ.), અલ્ટ્રા-ફિલ્ટ્રેશન (યુ.એફ.), હોલો ફાઇબર અને ઇલેકટ્રોડાયાલિસિસ જેવી કલા આધારીત તકનીકો, સમગ્ર વિશ્વમાં જમાવટ કરી રહી છે. ઉર્જા ક્ષેત્રે ઇંધણ કોશિકાઓ, રેડોકસ-ફલો બેટરીઓ, સ્ટોરેજ બેટરીઓ, વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ દ્વારા પાણીમાંથી હાઇડ્રોજન અને રિવર્સ ઇલેકટ્રોડાયાલિસિસ જેવી વૈજ્ઞાનિક ટેકનોલોજી, વિકાસશીલ તબક્કામાં છે અને આવતીકાલની આશા છે. આ તકનીકોને બહેતર પસંદગીઓ, ઓછા ઇલેકટ્રીકલ પ્રતિકાર, ઉચ્ચ રાસાયણિક, મિકેનિકલ અને થર્મલ સ્થિરતા તેમજ સારી ટકાઉપણા માટે પટલ (મેમ્બ્રન)ની આવશ્યકતા છે.

સી.એસ.આઇ.આર.-સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ, ભાવનગર વિજ્ઞાન અને તકનીકી માટે અગ્રણી સંશોધન સંસ્થા છે. ડો. અમિતાવા દાસની સક્રિયા નેતૃત્વમાં સંસ્થા ૧૮-ર૦ ફેબ્રુઆરી, ર૦૧૭ દરમિયાન 'પાણી અને ઉર્જા માટે મેમ્બ્રેન્સ' પર ત્રણ દિવસનો ઇન્ડો-જર્મન સંયુકત વૈજ્ઞાનિક વર્કશોપનું આયોજન કરી રહી છે. આ વર્કશોપને આશરે ૧૦ જર્મન, ર રશિયન અને ર૦ ભારતીય પ્રોફેસરો, વૈજ્ઞાનિકો, ટેકનોક્રેટસ સંબોધન કરશે. રિલાયન્સ, ઓ.એન.જી.સી., ટાટા કોન્સ્ટેન્સી સર્વિસિસ, બી.એ.એસ.એફ. મેમ્બ્રેન્સ, વગેરેના ઔદ્યોગિક તકનીકો, સમગ્ર વિશ્વમાંથી વિવિધ યુનિવર્સિટીઓ, આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓમાંથી આશરે ૧પ૦ યુવાન ફેકલ્ટી/સંશોધકોના વિદ્વાનો સાથે વર્કશોપમાં હાજરી આપી રહ્યા છે. વર્કશોપના ભારતીય સંકલનકાર ડો. વિનોદકુમાર શાહીએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિક વર્કશોપ વિજ્ઞાનના તકનીકો/સંશોધકોને સ્થિત મેમ્બ્રેન અને ટકાઉ વિજ્ઞાન વીજળીની તકનીકો , તેમની સંભવિત ઉપયોગિતા અને હાલની સ્થિતિ, વિજ્ઞાન સામગ્રી માટે વિકાસના પડકારો વિગેરે અંગે ચર્ચા કરવા માટે તક પૂરી પાડશે અને વધુમાં, ભારતીય અને જર્મન વિજ્ઞાન સંશોધનકારો વચ્ચે સક્રિય સહસબંધ અને સહયોગ, વિજ્ઞાનના માપદંડ લક્ષ્યો, ઉભરતી વૈજ્ઞાનિક તકનીકો સાથે ઔદ્યોગિક અંતવપરાશકર્તાઓ (એન્ડ-યુસર્સ) માં વધુ સ્પષ્ટતા પ્રદાન કરશે. તદેપરાંત સંશોધકો અને ઉપયોગીતાના પાસા વચ્ચેની સાઠ-ગાંઠને વધુ મજબુત બનાવશે. ૧૮-ર૦ ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ કલા અને સંસ્કૃતિનું શહેર ભાવનગર, શૈક્ષણિક, ટેકનોલોજિકલ અને ઔદ્યોગિક મેળાવડાનું સાક્ષી બનશે.

(11:32 am IST)