Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ભાવનગરમાં સ્વાઇન ફલૂથી મહિલાનું મોત

ભાવનગર તા. ૭ : ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુથી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. સાવરકુંડલાની ૪૦ વર્ષીય મહિલાનું ભાવનગર હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્વાઇન ફલૂએ ભરડો લીધો છે. સારવારમાં સ્વાઇન ફલૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે તો મૃત્યુઆંક પણ અટકતો નથી. આ રોગનાં ખપ્પરમાં આજે અમરેલીના સાવરકુંડલાના દર્દીનું મોત નિપજ્યું છે. સાવરકુંડલાની ૪૦ વર્ષીય મહિલાનું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

હાલમાં ભાવનગરની હોસ્પિટલમાં સ્વાઇન ફલૂનાં ૧૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.(૨૧.૧૩)

(11:24 am IST)