Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

વડીયાના ખડખડથી ભુખલી સાથરી ડામર રોડ અને પુલના નબળા કામો

વડીયા, તા. ૭ : ખડખડ ગામથી ભુખલીસાથરી ગામ સુધી નવા બનેલા પુલ અને ડામર નબળા બન્યાની ફરીયાદો છે.

વડીયા તાલુકાના ખડખડ ગામ થી ભૂખલીસાથરી સુધીના બનેલા ડામર રોડની સાઈડો બુરવામાં આવી નથી.... અને રોડની સાઈડો પર ઉગેલા વૃક્ષો રોડ પર ઢળી પડયા છે... જેને લઈને અકસ્માતનો ભય ગ્રામજનોમાં સતાવી રહ્યો છે...આ વૃક્ષો ના કટીંગ ની માંગ કરી રહયા છે ગ્રામજનો...ખડખડ ગામ થી ભૂખલીસાથરી સુધી બનેલા પુલો ઉપર ડામર પાથરવામાં આવ્યો નથી...પુલના આર.સી.સી.કામમા ભ્રષ્ટાચાર થયાની શંકાઓ ઉદભવી છે...ત્રીસ ત્રીસ વર્ષે ગામમાં આર.સી.સી.રોડનું નબળું કામ થયાની આશંકાઓ ઉદભવી...માત્ર બેજ મહિનામાં ગાબળાઓ પડી ગયા તેવી ફરીયાદો ઉઠી છે.(૪૫.૨)

 

(3:27 pm IST)