Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ચુડાના કથારીયામાં પ્રેમીપંખીડાનો આપઘાત

વઢવાણ તા. ૭ : ઝાલાવાડમાં આત્મહત્યા, ગળેફાંસો, અગ્નિસ્નાન, ઝેરી દવા ગટગટાવી જેવા બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રેમી પંખીડાઓ પણ એક ન થઇ શકતા આત્મહત્યાના બનાવો બને છે. વઢવાણ, ચોટીલા, સાયલા બાદ હવે ચુડા તાલુકામાં પ્રેમીપંખીડા ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચુડા તાલુકાના કથારીયા ગામના રણજીતભાઇ મીર અને તેજલબેન વચ્ચે પ્રેમના અંકુર ફુટયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કથારીયા ગામે બે પ્રેમીપંખીડા એક થયા હતા. પરંતુ લગ્ન નહીં થઇ શકે તેવા ડરથી વનાળા રોડ પર આવેલ લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું છે.

આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બંને એક જ જ્ઞાતિ માલધારી સમાજના હોવા છતાં ગળેફાંસો ખાધો છે. ત્યારે આ બનાવ અંગે પ્રેમી પંખીડાના પરિવારજનોએ મૌન ધારણ કરી લીધું છે. બીજી તરફ આ બંનેની લાશને પી.એમ. માટે દવાખાને ખસેડવામાં આવી હતી.(૨૧.૧૩)

 

(11:23 am IST)