Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ધોરાજી નગરપાલિકાના સતાધીશો દ્વારા ભાજપ વિકાસ કાર્યોમાં રોડા રૂપ થતા હોવાના આક્ષેપ સાથે ધરણા

ભાજપ દ્વારા કોંગીના ઉપવાસ આંદોલનને ફારસરૂપ કાર્યક્રમ ગણાવાયો

ધોરાજી, તા.૯:- ધોરાજી શહેરના વિકાસમાં ભાજપા દ્વારા અવરોધ કરાતો હોવાના કારણો ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના સત્ત્।ાધીશો દ્વારા આજે ધોરાજીના આઝાદ ચોક ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં નગરપાલિકાના પ્રમુખ ડી એલ ભાષા, સહિત કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા.

આ તકે ધરણા પર બેસેલા સભ્યોએ જણાવેલ કે  રોડ રસ્તાથી લઈને વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવા પ્રક્રિયા શરૂ થતા ભાજપાના અમુક નગરસેવકો અને આગેવાનો દ્વારા વિકાસ કાર્યોમાં હવનમાં હાડકાં નાખવાની પ્રવૃત્ત્િ। શરૂ કરાઇ છે જે શહેરના હિતમાં નથી વર્તમાન શાસનમાં ૧૭ કરોડના કામો મંજૂર કરાયા છે જે કામો ન થાય તેવા પ્રયત્નો ભાજપ દ્વારા કરાઈ રહ્યા છે.

અગાઉ ભાજપના શાસનમાં અણદ્યડ વહીવટ ને કારણે પ્રજાજનોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

અને ભાજપના અણદ્યડ શાસનથી ત્રસ્ત આવી ભાજપની સરકારે ભાજપની જ ધોરાજી નગરપાલિકા ને સુપરસીડ કરી હતી. ત્યારે ભાજપના શાસકોને ઈશ્વર સદબુદ્ઘિ આપે અને શહેરના વિકાસના પોતાનો સહકાર આપે તે હેતુસર આજે ધરણાનો કાર્યક્રમ યોજાયો છે.

ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના સત્ત્।ાધીશો દ્વારા યોજાયેલા પ્રતીક ધરણાના કાર્યક્રમને ધોરાજી શહેર ભાજપ હરસુખ ભાઇ ટોપીયા એ ફારસરૂપ ગણાવ્યો હતો. અને જણાવેલ કે ધોરાજી નગરપાલિકાના સત્ત્।ાધીશો દ્વારા ચોક્કસ વિસ્તારોમાં વિશેષ ગ્રાન્ટ ફાળવેલ હોય અને અમુક વોર્ડમાં ઓછી ગ્રાન્ટ તેમજ કામો લઇ શહેરમાં અસંતુલિતતા દાખવી છે અમુક વિસ્તારો પરત્વે ભેદભાવની નીતિ રાખવામાં આવી હોવાથી સમગ્ર શહેરનો સમતોલ વિકાસ થાય તેવા હેતુસર અમોએ નગરપાલિકા નિયામક ને રજૂઆત કરતા તેઓએ નગરપાલિકા અધિનિયમ ૨૫૮ હેઠળ હુકમ કર્યો છે. સત્ત્।ાધીશો દ્વારા માત્ર બે વોર્ડમાં કુલ ગ્રાન્ટની ૭૦ ટકા જેવી રકમના કામો લેવાયા છે ત્યારે બાકીના તમામ વિસ્તારોમાં માત્ર ૩૦ ટકા રકમ ફાળવી હોવાથી શહેરના નાગરિકોને અન્યાય થઈ રહ્યો છે. આ ઉપરાંત સત્ત્।ારૂઢ પક્ષના અમુક નગરસેવકોને પણ અન્યાય થતો હોવા છતા તે કોઈ કારણોસર પોતાનો અવાજ ઉઠાવી ન સકતા હોવાના આક્ષેપ સાથે પ્રતીક ધરણા કાર્યક્રમ ને નિષ્ફળ શહેર ભાજપ પ્રમુખ ટોપિયા એ ગણાવ્યો હતો.(તસવીર. કિશોર રાઠોડ)(૨૨.૬)

 

(11:21 am IST)