Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઉપલેટામાં હાઇવે ઓથો. દ્વારા સુરક્ષા અભિયાન

 ઉપલેટા : સુરક્ષા અભિયાનનું નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવેલ છે તે દરમિયાન ટોલ પ્લાઝા પર પ્રોજેકટ ડાયરેકટર પી.કે.જૈન, મેહુલભાઇ કણસાગરા સિવિલ સર્જન ઉપલેટા તથા મોહન કૌશિક, અનિલ જા પ્રોજેકટ હેડ દ્વારા અભિયાન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને તેને લોકો સુધી પહોંચે અને હાઇવે ઉપર અકસ્માત ન થાય તે માટેની સાવચેતી કઇ રીતે રાખવી તથા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ અંતર્ગત વાહન ચાલકો માટે આઇ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં સંજયસિંહ ટોલ મેનેજર, દત્તાત્રેય સાતપુતે ટોલ મેનેજર, દિલીપ મેવાડા મેનેજર તથા ડુમિયાણી ટોલ પ્લાઝા ટીમ જોડાઇ હતી. અભિયાનનો પ્રારંભ થયો તે તસ્વીર.(૨૧.૯)

(11:19 am IST)