Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

તળાજાના પિથલપુર ભૂંગર નજીક અસામાજિક તત્વોએ પાણીની લાઇન તોડી : સાત ગામમાં પીવાના પાણીની મોકાણ

ભાવનગર તા. ૬ : તળાજા તાલુકાના અંતરિયાળ અને દરિયા કિનારે આવેલ સાત જેટલા ગામડાઓમાં પા.પૂ.બોર્ડ દ્વારા પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે. જેમાં મેથળા ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે છેલા વિસ દિવસ થી પાણી મળતું નથી. આ બાબતે પ્રશાસન ના જણાવ્યા પ્રમાણે અલગ અલગ બે સ્થળો પર અસામાજિકઙ્ગ તત્વો એ પાણી ની લાઈન તોડી નાખતા અવ્યવસ્થા સર્જાઈ હતી. પોલીસ ફરિયાદ કરવાના બદલે પોલીસ ને જાણ કરી તંત્ર એ સંતોષ માન્યો હતો.

તળાજાના પિથલપુર, ઝાંઝમેર, મધુવન, મેથળા સહિતના ગામડાઓમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપ લાઈન વાટે પાણી સપ્લાય કરવામાં આવે છે. જેને લઈ મેથળા ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે છેલા વીસેકઙ્ગ દિવસથી પાણી ન મળતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. દરિયા કિનારો નજીક હોવાને કારણે ભૂગર્ભ જળ પણ ખાસ પીવા લાયક નથી.

આ બાબતે તળાજા સ્થિત પા.પૂ. બોર્ડના અધિકારી દુબે એ જણાવ્યૂ હતું કે પિથલપુર અને ભૂંગર નજીક એમ બે જગ્યા પરઙ્ગ અસામાજિક તત્વો દ્વારા પાણીની લાઈન તોડી નાખવામાં આવી હતી.(૨૧.૩)

(9:29 am IST)