Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાજકોટમાંથી ૩ બાઇકની ચોરી કરનાર રમેશને મોરબી એલસીબીએ ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી તા.૭: મોરબી એલ.સી.બી. ટીમે રાજકોટમાંથી બાઇક ચોરી કરનાર શખ્સને ત્રણ ચોરાઉ બાઇક સાથે જડપીને રાજકોટ પોલીસ હવાલે કર્યો હતો.

મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ માર્ગદર્શન હેઠળ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને વાહન ચોરીઓના બનતા ગુનાઓ અટકાવવા અંગે આપેલ સુચના અન્વયે મોરબી એલ.સી.બી.ના ચંદુભાઇ કાણોતરાને મળેલ હકિકત આધારે રમેશભાઇ વાઘજીભાઇ બાવરવા રહે.નવા ધમલપર તા.વાંકાનેર જી.વાંકાનેર વાળાને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ, શકિત ચેમ્બર પાસેથી લાવી પુછપરછ કરતા પોતે રાજકોટ સિવીલ હોસ્પિટલ પાસેથી ત્રણ હિરોહોન્ડા મોટર સાયકલની ચોરી કરેલની કબુલાત આપતા ચોરીમાં ગયેલ ત્રણ મોટર સાયકલ કિંમત રૂ.૬૫૦૦૦નો મુદ્દામાલ રિકવર કરી મોટર સાઇકલ સાથે આરોપીને મોરબી એલ.સી.બી.એ પકડી પાડી રાજકોટ પોલીસને હવાલે કર્યો હતો.

(12:47 pm IST)