Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગોંડલના વાવડીમાં હોટેલ સંચાલક રવિ કોળી અને તેના બનેવી રાહુલ પર હુમલો

વેકરીના મહેશ ભરવાડે કારણ વગર ગાળો દઇ ડખ્ખો કર્યાનું કથન

રાજકોટ તા. ૭: ગોંડલના પાટીદળ ગામે રહેતો અને ગોંડલ નજીક વાવડીમાં હાઇબોન્ડ સિમેન્ટ ફેકટરી પાસે હોટેલ ધરાવતો રવિ ચંદુભાઇ પરસોંડા (ઉ.૨૫) નામના કોળી યુવાન અને તેના બનેવી રાહુલ પ્રવિણભાઇ દુદકીયા (ઉ.૨૭) રાત્રે સાડા દસેક વાગ્યે ગોંડલ વેકરી ગામના મહેશ ગમારા (ભરવાડ) તથા સાથેના શખ્સોએ ઝઘડો કરી ગાળો દઇ બંનેને ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

રવિના કહેવા મુજબ હું મારી હોટેલે હતો ત્યારે મારા બનેવી નજીકમાં ઇંડાની લારીએ નાસ્તો કરવા ગયા હતાં. ત્યાં વેકરીનો મહેશ સહિતના શખ્સો દારૂ પી નાસ્તો કરવા આવ્યા હોઇ મારા બનેવીને કારણ વગર ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં તેના પર હુમલો થયો હતો. દેકારો થતાં હું તેને બચાવવા દોડી જતાં મને પણ મારકુટ કરી હતી.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:43 pm IST)