Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નાણાકીય વ્યવહારની સાથોસાથ જાહેર સેવકને અપાતી ભેટ - બક્ષિસ 'લાંચ'નો જ પ્રકારઃ હસમુખ પટેલ

જુનાગઢમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગાંધીનગરના અધિક નિયામકનો જુનાગઢમાં લોકદરબાર યોજાયો

જૂનાગઢ તા. ૭ :  રાજય સરકારનાં કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચાર મુકત બનાવવાના હેતુથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ૩૦ મી સપ્ટેમ્બર ૧૯૬૩નાં રોજ સથાપના કરવામાં આવી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાં નિયામક પદે મુખ્ય પોલીસ અધિકારીની નિમણુક કરવામાં આવે છે અને ગૃહ વિભાગનાં વહીવટી અંકુશ અને સીધા માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવેલ છે.

આજે જૂનાગઢ લાંચ રૂશ્વત બ્યુરો ઓફીસ ખાતે રાજયનાં અધિક નિયામકશ્રી હસમુખભાઇ પટેલની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લાનાં નાગરીકો માટે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે શ્રી હસમુખભાઇ પટેલ જૂનાગઢ શહેર તથા જિલ્લામાંથી પધારેલ નાગરીકો પાસેથી લોક ફરીયાદોની જાણકારી મેળવી હતી. અને ભ્રષ્ટાચાર નિર્મુલન માટે લોકોનાં સહકારની આવશ્યકતા વ્યકત કરી હતી. શ્રી પટેલે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યુ હતુ કે ઙ્ગલાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો મુખ્ય હેતુ શકય તેટલો ભ્રષ્ટાચાર ઘટાડવાનો છે. આ માટે શંકાસ્પદ કે જેમની સામે ફરિયાદ હોય તેવા રાજય સેવકો સામે છટકાનું આયોજન કરવામાં આવે છે. ભ્રષ્ટ રાજય સેવકો સામે ગુનો નોંધી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ ચલાવવામાં આવે છે. પોતાની આવકનાં દેખીતા સાધનો કરતા અપ્રમાણસર મિલકતો ધરાવતા રાજય સેવકો વિરૂધ્ધની ગુપ્ત માહિતી મેળવીને તેમની સામે કાયદેસરની તપાસ ચલાવી 'ગ'નો નોંધવાની કામગીરી પણ બ્યુરો દ્વારા કરવામાં આવે છે.સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર માટે સામાન્ય રીતે 'લાંચ' શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે. પરંતુ લાંચ શબ્દનો વિસ્તૃત અર્થ છે. આ અધિનિયમમાં લાંચ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. આથી નાગરિકોએ એ જાણવાની જરૂર છે કે ફકત નાણાકીય વ્યવહાર જ નહીં પરંતુ જાહેર સેવકને તેની ફરજમાં આવતી કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં ભેટ કે બક્ષિસ પણ લાંચનો જ એક પ્રકાર છે. આત કે શ્રી હસમુખભાઇએ જણાવ્યુ હતુ કે ભ્રષ્ટાચાર થતો જોઇને સંતાતા ફરવુ જોઇએ નહીં પણ ૧૦૬૪ પર કોલ કરી ભ્રષ્ટાચારની જાણકારી આપવી જોઇએ. સતાના દુરૂપયોગ એ પણ એક ભ્રષ્ટાચાર લેખાય છે. આવા કેસોમાં લોકોએ જાગૃત બની ફરિયાદ દાખલ કરવા આગળ આવવુ પડશે. અપ્રમાણસર મિલકત ધારકની માહિતી ાપનારને ઈનામની પણ જોગવાઇ હોવાની વાત કરવામાં આવી હતી. 

આ લોક દરબાર પ્રસંગે અધિક નિયામક એ.આર. પટેલ, લાંચ રૂશ્વત બ્યુરોનાં પોલીસ ઈન્પેકટર એ.આર. રામાનુજ, પરોબંદરથી પધારેલ પી.આઇ. એ.એમ.જાડેજા, ભાવનગરનાં ઝેડ જી. ચૈાહાણ, બી.પીડાભી, બી.એમ.ચાવડા,  સહિત જૂનાગઢનાં જાગૃત નાગરીકો, પ્રેસ અને મીડિયાનાં પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૨૧.૪)

(9:42 am IST)
  • સંજય દત્ત અને માન્યતા દત્તે તેમના લગ્નજીવનના 10 વર્ષ પુરા કર્યા છે અને આ ખુશીમાં તેમણે પોતાના પરિવાર અને અંગત મિત્રો સાથે પાર્ટી સેલીબ્રેટ કરી હતી. પાર્ટીની આ તસ્વીરને સંજયની પત્ની માન્યતા દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમાં તેઓ પરિવાર અને મિત્રો સાથે નજરે પડે છે. access_time 11:34 pm IST

  • ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ : મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આસામ રાઇફલ્સના ટ્રાન્ઝીટ કેમ્પમાં આજે સવારે એક પછી એક બે વિસ્ફોટો થયા, જેમાં ૧૧ જવાનો ઘવાયા છે. ઉગ્રવાદિઓએ પ્રશ્ચિમ ઇમ્ફાલમાં ખુમાન લંપક મુખ્ય સ્ટેડિયમ પાસે આ વિસ્ફોટો થયેલ. કોઇ આતંકી જુથોએ હજુ સુધી હુમલાની જવાબદારી મળી નથી. access_time 3:47 pm IST

  • કાશ્મીરમાં આતંકીઓ બન્યા બે ફામઃ ગઇકાલે મોડી સાંજે પુલવામાના રાજપોરા પોલીસ સ્ટેશન પર કર્યું અંધાધુંધ ફાયરીંગઃ હોસ્પીટલમાંથી આતંકીને છોડાવવાની ઘટના બાદ એક જ દિવસમાં બીજીવાર પોલીસ ઉપર હુમલો access_time 3:47 pm IST