Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બોરાળા ગ્રામપંચાયત સમરસ

રાજુલા : ગ્રામજનોના સહકાર થી ગ્રામ પંચાયત ચુંટણી- ૨૦૨૧ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના બોરાળા ગ્રામ પંચાયત સમરસ થવા બદલ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું : સમરસ થયેલ બોરાળા ગ્રામ પંચાયતની સમગ્ર ટીમમાં સરપંચ કંચનબેન અતુલભાઇ રાદડિયા, સભ્ય અતુલભાઇ શામજીભાઈ રાદડિયા, સભ્ય  અશોકભાઈ કલ્યાણભાઈ કથીરીયા, સભ્ય  મનીષભાઈ અનુભાઈ હેલૈયા, સભ્ય  હંસાબેન મગનભાઈ કાથીરીયા, સભ્ય  ઈલાબેન બાબુભાઈ ધાધલ, સભ્ય   ભીખાભાઈ હરીભાઈ દુધાત, સભ્ય કાજલબેન પરેશભાઈ સેદડીયા, સભ્ય વનીતાબેન ધનશ્યામભાઈ દુધાતનું અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશભાઈ પાનસુરીયા દ્વારા સન્માન કરી અને સમસ્ત બોરાળા ગામને અભિનંદન આપવામાં આવ્યા હતા.

(12:57 pm IST)