Gujarati News

Gujarati News

રાજકોટ બારની ચુંટણીમાં જીનીયસ પેનલના કાર્યાલયનો શુભારંભ: સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયાના હસ્તે કાર્યાલયનું ઉદઘાટનઃ સ્વયંભુ વકીલોની ઉપસ્થિતિ રાજકોટમાં શુધ્ધીકરણ પ્રક્રિયા આગળ ઘપાવવાની છે. સાંસદ મોકરીયાઃ સ્વચ્છ પ્રતિમા ધરાવતા વકીલોએ સક્રિયતા દાખવવી જરૂરી- ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલઃ શુધ્ધીકરણ તાકિદે કરવુ તે સમયની માંગ છે - અનિલ દેશાઇઃ અર્જુન પટેલની જીનીયસ પેનલના ઉમેદવારોને વકીલોને સ્વયંભુ સમર્થન : રાજકોટઃ રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં જીનીયસ પેનલના કાર્યાલયનું ઉદઘાટન રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કર્યું હતુ. તે સમયની તસ્વીરમાં અર્જુનભાઇ પટેલ, બિમલભાઇ જાની, પી.સી.વ્યાસ, દિવ્યેશભાઇ મહેતા, ડી.બી.બગડા, અજયભાઇ જોષી, જીનીયસ પેનલના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ધારાશાસ્ત્રી અનિલભાઇ દેશાઇ, સહિતના ઉપસ્થિત હતા. પ્રસ્તુત તસ્વીરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વકીલો નજરે પડે છે. (૪૦.૧૧) access_time 3:42 pm IST