Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગીરની આહ્લલાદક પ્રકૃતિમાં ઓશો શિબિર-સન્યાસ ઉંત્સવ

૯ થી ૧૨ ડિસેમ્બર ભવ્ય આયોજનઃ છત્તીસગઢના સ્વામી આનંદ એકાંત શિબિરનું સંચાલન કરશેઃ ઓશો કેન્દ્ર તથા શિબિરનો પ્રારંભ સ્વામી સત્યપ્રકાશજી દીપ પ્રાગટ્ય કરીને કરશેઃ સ્વામી અલમસ્તનું મસ્ત આયોજન : સાસણમાં શકિતધારા રિસોર્ટસ તથા ઓશો ધ્યાન કેન્દ્રનો પ્રારંભ થશે

‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સ્વામી સત્યપ્રકાશજી તથા વિજયસિંહ ડોડિયા સ્વામી અલમસ્તજી અને સ્વામી દેવ અતિથિ, સ્વામી સત્યા શિવમ, સ્વામી આનંદ સાગર નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. ૬: ગુલાબી ઠંડીમાં ગીરની આહ્લલાદક પ્રકૃતિના સાનિધ્યમાં ધ્યાનની મોજમાં ગરકાવ થવાનો અવસર આવ્યો છે. ઓશો સન્યાસી સ્વામી અલમસ્ત દ્વારા સાસણગીરમાં આગામી તા. ૯ થી ૧૨ ચાર દિવસ ઓશો ધ્યાન સાધના શિબિર તથા સન્યાસ ઉંત્સવનું આયોજન થયું છે. શિબિરનું સંચાલન છત્તીસગઢના સ્વામી આનંદ એકાંતજી કરશે. દીપ પ્રાગટ્ય સ્વામી સત્યપ્રકાશજી દ્વારા થશે.
‘અકિલા’ની મુલાકાતે આવેલા સ્વામી અલમસ્ત-વિજયસિંહ ડોડિયાએ જણાવ્યુ હતું કે, ગીરમાં મેંદરડા પંથકમાં અંબાળા પાસે મધુવંતી ડેમના ઓવરફલો ઉંપર પ્રકૃતિથી ભરપૂર માહોલમાં શકિતધારા રિસોર્ટસ અને ઓશો ધ્યાન કેન્દ્રનું નિર્માણ થયું છે, જેનો ઉંદ્ઘાટન સમારોહ તથા શિબિરના આયોજનો થયા છે. રિસોર્ટસ તથા ધ્યાન કેન્દ્રનું ઉંદ્ઘાટન સ્વામી સત્ય પ્રકાશજીના હસ્તે થશે.
શિબિરનું આયોજન હોટલ ભાવેશ એન્ડ ફાર્મ હાઉંસ, સાસણ-જૂનાગઢ રોડ પર, દેવળિયા સફારી પાર્ક પાસે રાખેલ છે. શિબિરાર્થીઓ માટે વિવિધ વિધિનું આયોજન થયું છે. ચાર દિવસીય શિબિરમાં ૩ થી ૪ વ્યકિતના એસી રૂમ સેરિંગના વ્યકિતદીઠ રૂા. ૩૫૦૦ તથા કપલના એસી રૂમના વ્યકિતદીઠ રૂા. ૬૦૦૦ અને એક વ્યકિતના એસી રૂમના રૂા. ૧૦ હજાર અને સાર્વજનિક ડોરમેટરીમાં વ્યકિત દીઠ રૂા. ૨૫૦૦ ચાર્જ રખાયો છે. આ ચાર્જમાં ભોજન સહિતની સુવિધાઓનો સમાવેશ છે.
એડવાન્સ બુકિંગ-પેમેન્ટ માટે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લિ.ની          સંત કબીર રોડ બ્રાન્ચ ખ્/ઘ્ નં. ૧૧૪૦૦ ૪૨૯૯૩૦૦ તથા ત્જ્ઘ્ ઞ્લ્ઘ્ગ્બ્ય્લ્વ્ ૧૦૬ ખાતાનો ઉંપયોગ થઈ શકે છે. શિબિર તથા પેમેન્ટની વધારે માહિતી માટે સ્વામી જીવન અલમસ્ત મો. ૮૨૦૦૬ ૯૭૭૫૭ નંબર પર સંપર્ક થઈ શકે છે.
અલમસ્તજીએ જણાવ્યુ હતુ કે, આ શિબિરમાં ૧૦૦ શિબિરાર્થી માટે વ્યવસ્થા થઈ શકે તેમ છે. આ કારણે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ થઈ શકે છે.
સ્વામી અલમસ્તજીએ જણાવ્યુ હતું કે, ૨૦૧૨ની સાલમાં ઓશો દીક્ષા થયા બાદ જીવન પરિવર્તન થયુ છે. સાંસારિક તનાવ ઘટનાથી માંડીને સ્વાસ્થ્યના ફાયદા અનુભવાઈ રહ્યા છે. હવે ઓશો પ્રત્યે જીવન સમર્પિત છે. આ શિબિરમાં ગીરના આહ્લાદક માહોલમાં ઓશો પ્રાગટયના ઉંર્જામય દિને ધ્યાન પ્રયોગો અને સન્યાસ દીક્ષા ઉંત્સવ થશે.
આ શિબિરનું સંચાલન કરાવનાર છત્તીસગઢના સ્વામી આનંદ એકાંતજી વિશિષ્ટ વિભૂતિ છે. તેઓ ૧૯૯૦ની સાલમાં ઓશો સાથે જોડાયા બાદ ઓશો મધુબન કોમ્યુનની સ્થાપના કરી હતી. દેશ-વિદેશમાં નિઃસ્વાર્થ ભાવથી ઓશો શિબિરના સંચાલન કરે છે. ૩૦૦૦થી વધુ લોકોને ઓશો દીક્ષા પ્રદાન કરી છે. તેઓનો શકિતપાત પ્રયોગ અનન્ય છે.
આવા સંચાલકના સાનિધ્યમાં શિબિરનું આયોજન થયુ છે. શિબિર અંગે વિશેષ વિગતો માટે સ્વામી અલમસ્ત મો. ૮૨૦૦૬ ૯૭૭૫૭ નંબર પર સંપર્ક થઈ શકે છે. મુલાકાત પ્રસંગે કિશોરભાઈ પટેલ સ્વામી દેવ અતિથિ, છગનભાઈ રામાણી સ્વામી સત્યા શિવમ તથા દિનેશભાઈ ચાંગાણી સ્વામી આનંદ સાગરનો સંપર્ક થઈ શકે છે.


 

(10:34 am IST)