Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સુરેન્દ્રનગરમાં ૭૦ હજારનો દારૂ કબ્જે

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગર ડીવી.સુરેન્દ્રનગર એ.બી.વાળંદ સુરેન્દ્રનગર સીટી એ.ડીવી પોલીસ સ્ટેશનના પ્રો.નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉધાધ્યાયની સુચના થી સુ.સીટી એ ડીવી પો.સ્ટે.ના પો.ઇન્સ કે.એસ.ત્રિવેદી તથા પો.સબ.ઇન્સ સી.એચ.શુકલ તથા પો.હેડકોન્સ ધનરાજસિંહ જશુભા વાઘેલા વિજયસિંહ જોરૂભા, મુકેશભાઇ મનુભાઇ, પો.કોન્સ વિજયસિંહ પ્રવિણભાઇ, કીશનભાઇ વેલાભાઇ ભરવાડ અમીતભાઇ જગદીશભાઇએ ધનરાજસિંહ જશુભા વાઘેલા તથા પો.હેડકોન્સ વિજયસિંહ જોરૂભા નાઓને મળેલ સંયુકત બાતમી આધારે સુ.નગર દાળમીલ રોડ શકતી સોસાયટીમા પ્રોહી અંગે રેઇડ કરતા આરોપી પૃથ્વીરાજસિંહ બાપાલાલ દરબારના કબ્જામાથી (૧)ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કી કંપની શીલબંધ બોટલો કુલ નંગ ૧૨૮ કી.રૂ.૫૧,૨૦૦ (૨)ભારતીય બનાવટની હેવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ કંપની શીલબંધ બીયર ટીન નંગ ૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦ તથા (૩)ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટેડ વ્હીસ્કીની શીલબંધ બોટલો કુલ નંગ-૬ કિ.રૂ.૫૧૦૦ મળી કુલ બોટલ નંગ ૧૩૪ ની કિ.રૂ.૫૬,૩૦૦ તથા બીયર ટીન નંગ ૧૪૪ કિ રૂ.૧૪,૪૦૦મળી કુલ રૂ.૭૦,૭૦૦નો મુદ્દામાલ પકડી પાડેલ  એડીવી પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૩૦૯/૧૯ પ્રોહી કલમ ૬૫-ઇ ૧૧૬(બી) મુજબનો ગુનો રજી કરાવી આગળની પોલીસ કાર્યવાહી કરેલ છે.

(1:23 pm IST)