Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ખોવાયેલ બાળક ધ્રાંગધ્રા પોલીસે શોધી કાઢયો

પિતાએ ના પાડતા ગેમ રમવા મિત્રને ઘરે ગયેલ

વઢવાણ, તા.૬: ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ઈકબાલભાઈ હિતેશભાઈ બોડીયાનો  દસ વર્ષનો દીકરો શાહનવાજ ગુમ થયા અંગેની હકીકત જણાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાની  સુચનાથી ધ્રાંગધ્રા ડિવિઝનનાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી દેવધાને વાકેફ કરતા તુરંત જ તેઓએ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને  ઇન્સ્પેકટરશ્રી કે.એ. વાળા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.ડી જાડેજા, આર.સી ગામેતી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનનનો સમગ્ર હાજર સ્ટાફ કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર એકશનમાં આવી અલગ અલગ ટીમો બનાવી રેલ્વે સ્ટેશન. બસ સ્ટેશન તેમજ અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરેલું.

દરમિયાન ગુમ થનાર શાહનવાઝ પોતાના એક મિત્રના દ્યરે હોવાની પોલીસને હકીકત મળતા ત્યાં જઈ શાહનવાઝ ને શોધી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા શાહનવાઝ નેઙ્ગ મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા તે પોતાના મિત્રના દ્યરે મોબાઈલમાં ગેમ રમવા માટે કોઈને કહ્યા વગર જતો રહેલ,  શાહનવાઝ ને હેમખેમ પરત સોંપતા પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો.મોબાઇલમાં ગેમ રમવાની બાળકોમાં પડેલી લત ને લીધે બનેલ આ બનાવ આપણા સમાજ તેમજ વાલીઓ માટે લાલબત્તી સમાન છ.

(1:22 pm IST)