Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઉના પાસે નંબર પ્લેટ વિનાના બાઇક ઉપર ૪૮ બોટલ દારૂ લઇ જતા ર ઝડપાયા

ઉના તા. ૬: નજીકના એહમદપુર માંડવી ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતાં નવાબંદર મરીન પોલીસનાં જમાદાર જગદીશભાઇ દાનાભાઇ એ. ઘોઘલા તરફથી ડબલ સવારી નંબર પ્લેટ વગરની મોટર સાયકલ આવતા રોકાવતા રસીકભાઇ જીણાભાઇ બાંભણીયા રે. ખાણ તા. ઉના (ર) વિપુલ કાળુભાઇ પરમાર રે. ખાણ વાળાનાં કબજામાં રહેલ થેલામાં રાખેલ પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮ ત્થા મોટર સાયકલ મળી રૂ. ૩ર૪૦૦/- સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

બીજા બનાવમાં ચાલીને આવતા નિજવાન મુકતાનભાઇ (ર) જાકીર એહમદભાઇ નાડેજા રે. તલાળા જી. ગીર સોમનાથ વાળાને રોકાવી તપાસ કરતાં પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯ રૂ. ૩૬૦૦/- કિંમતની મળી આવતા પકડી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(12:00 pm IST)