Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજકોટ જીલ્લા સર્વોદય યોજના મારફત નબળા વર્ગ તેમજ વિધવાઓને સહાય કીટ અર્પણ

શાપર વેરાવળ,તા.૬: ગ્રામ સ્વરાજ મંડળ સંચાલિત રાજકોટ જિલ્લા સર્વોદય યોજના મારફત કોટડાસાંગાણી તાલુકામાં નબળા વર્ગના વ્યકિતની સ્વરોજગારી માટે સિલાઈ મશીન રેકડી ખેડૂતોને દવા છાંટવાના પંપ તાલપત્રી કડિયાકીટ તેમજ વિધવા સહાય વગેરેની આપવામાં આવે છે જેના અંતર્ગત એ આજરોજ સંસ્થાના પ્રમુખ ધીરુભાઈ દ્યાબલીયા ટ્રસ્ટી હેમંતભાઈ ગોડા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા અશોકભાઈ ટીલવા મુકેશભાઈ કાપડિયા અશોકભાઈ ભુવા મંત્રી પોપટભાઈ કાછડીયા તથા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના હોદ્દેદારો ની ઉપસ્થિતમાં ૨૦ સિલાઈ મશીન ૮ દવા છાંટવાના પંપ ૬ તાલપત્રી ગ્રામ સ્વરાજ મંડળ પારડીની ઓફિસમાં લાભાર્થીને રૂબરૂ અર્પણ કરવા નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

(11:59 am IST)