Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મોરબી જીલ્લામાં ગૌચરના દબાણ દુર કરવા કોંગ્રેસ માલધારી સમિતિ દ્વારા કલેકટરને રજુઆત

મોરબી,તા.૬:  જીલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરોમાં મોટાપાયે દબાણો થયા છે જીલ્લામાં વસતા પશુપાલકોના પશુઓને ચરિયાણ માટે જગ્યા ના હોય જેથી ગૌચર પર દબાણ અંગે સર્વે કરાવી દબાણો દુર કરવા આદેશ થાય તેવી માંગ કોંગ્રેસ માલધારી સમિતિ દ્વારા કરી કલેકટરો રજુઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જીલ્લા કલેકટરને પાઠવેલા લેખિત આવેદનમાં જણાવ્યું છે કે ગૌચરમાં દબાણો મામલે અગાઉ અનેક વખત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી ગૌચર પરથી દબાણો દુર થયા નથી મોરબી જીલ્લાના ઉંચી માંડલ ગામે ગૌચર સર્વેમાં  ગૌચર પર દબાણ યથાવત છે આ દબાણ અંગે માલધારી દ્વારા વર્ષ ૨૦૧૬ માં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ થયો હતો તે બાબતે જીલ્લા કલેકટરે પ્રાંત અધિકારી મોરબીને દબાણ હટાવવા આદેશ કર્યો હતો પરંતુ દબાણ હટયા નથી ટંકારા તાલુકાના લજાઈ ગામે ગૌચર પર દબાણ છે તે દુર કરવા અને જે ગામમાં ગૌચર ના હોય ત્યાં તાત્કાલિક નવું ગૌચર નીમ થાય તેવી માંગ કરી છે અને આ પ્રશ્ન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ રજુ કરાયો છે તેમજ દ્વારા સરકારી ખરાબા શોપિંગ સેન્ટર અને હોટલનું ગેરકાયદેસર બાંધકામ કરેલ અને કરોડો રૂપિયાનું જમીન પર દબાણ કરેલ હોવાનું પણ રજુઆતમાં જણાવ્યું છે.

રેલ્વેની ફાજલ જમીનને યોગ્ય ઉપયોગ ફાળવો

 મોરબી સેતુબંધ ફાઉન્ડેશન પ્રમુખ કાંતિલાલ બાવરવાએ વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝન જનરલ મેનેજરને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબીમાં રેલ્વે ડીપાર્ટમેન્ટની ખુબ જ મોટા ક્ષેત્રફળ વાળી જમીન ફાજલ પડી છે સામાકાંઠે અગાઉ જે વર્કશોપ હતો તે જગ્યા હાલમાં વપરાશ વગરની પડતર પડી છે જો આ જગ્યા કોલેજને આપી દેવામાં આવે તો સદુપયોગ થઇ સકે તેમ છે અથવા તો ગુજરાત સરકારને ફાળવી દેવામાં આવે તો સરકારી કામ સબબ ઉપયોગ થઇ સકે તેમ છે નહીતર આ જગ્યા પર આવારા તત્વો દ્વારા દબાણ કરવામાં આવશે અને સરકારની કીમતી જમીન બરબાદ થઇ જશે બાદમાં આ જગ્યા ખાલી કરાવવી પણ મુશ્કેલ થશે જેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને પગલા લેવાની માંગ કરી છે.

(11:57 am IST)