Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભાવનગરમાં નાસ્તો કરી રહેલા પતિ અને સગર્ભા પત્નિ ઉપર ર શખ્સોનો છરીથી હુમલો

ભાવનગર તા. ૬: શહેરનાં ખેડુતવાસ વિસ્તારમાં આવેલ મફતનગર મેલડીમાનાં મંદિર પાસે રહેતાં મેહુલ ભરતભાઇ ચુડાસમા ઉ.વ. ર૧ તથા તેમનાં સગર્ભા પત્નિ ભુમિબેન ઉ.વ. ર૧ શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે નાસ્તો કરતાં હતા ત્યારે બે શખ્સોએ આવી છરી વડે મેહુલભાઇ ઉપર હુમલો કરી તેની પત્નિ ભુમિબેનને પણ ઇજા પહોંચાડી બન્ને શખ્સો નાસી છુટયા હતા. અગાઉની કોઇ અદાવતને લઇ આ હુમલો થયો હોવાનું જાણવા મળેલ છે.

દરમ્યાન પતિ-પત્નિને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયેલ છે આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:55 am IST)