Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

'મહા' વાવાઝોડાને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રહેશે

હળવદ,તા.૬: આવતીકાલે મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનુ છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ બંધ રહેનાર હોય ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ પણ તારીખ ૬અને ૭ એમ બે દિવસ બંધ રહેવાનું હોવાનું યાર્ડ ના ચેરમેન દ્વારા જણાવાયું છે

'મહા'વાવાઝોડાને પગલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વાવાઝોડાને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ તારીખ ૬ અને ૭ ના રોજ બંધ રહેનાર હોય જેની દરેક માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા ખેડૂતોએ નોંધ લેવા એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલએ જણાવ્યું છે

સાથે જ 'મહા' વાવાઝોડાને પગલે જિલ્લા કલેકટર જે.બી પટેલ હળવદ ખાતે આવ્યા હતા અને વાવાઝોડાને લઈ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 'મહા' વાવાઝોડાને પગલે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાતી મગફળીની ખરીદી તારીખ ૧૫ સુધી મોકૂફ રાખી હોય જેથી કલેકટર દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી કેન્દ્રની મુલાકાત લઇ મગફળીના સ્ટોરેજ માટે લખાયેલા ગોડાઉન ની પણ મુલાકાત લીધી હતી. આ વેળાએ હળવદ મામલતદાર વી. કે સોલંકી તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો.

(11:54 am IST)