Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

'મહા' વાવાઝોડુ હવે પોરબંદરથી માત્ર ૪૮૦ કિમી દુર

બે દિવસ ભારે વરસાદની સંભાવના બાદ ૮ મી તારીખથી વાતાવરણ સામાન્ય

અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની અસર ધીમી થઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું દીવનાં દરિયાકાંઠા પાસે ટકરાઇ શકે છે. ત્યારે આજે વાવાઝોડાનાં અંતરની વાત કરીએ તો મહા પોરબંદરનાં  દરિયાથી ૪૮૦ કિલોમીટર દૂર છે, વેરાવળનાં દરિયા કિનારાથી ૫૨૦ કિમી દૂર છે જયારે દીવનાં દરિયાકિનારેથી ૫૭૦ કિમી દૂર છે. વાવાઝોડાએ વળાંક લીધા બાદ ૧૦૦ કિમીનું અંતર વાવાઝોડાએ કાપ્યું છે. જેના કારણે ૭ નવેમ્બરનાં રોજ એટલે ગુરૂવારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાંભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ૮ નવેમ્બરથી હવામાન સામાન્ય થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડાની સિસ્ટમ છઠ્ઠી તારીખે સૌરાષ્ટ્ર અને ૭મીએક્ષિણ ગુજરાતને વધુ નુકસાન પહોંચાડશે. જયારે બે દિવસ દરમિયાન આ બંને દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે અમદાવાદ તથા બોટાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાને કારણે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, સંદ્ય પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સાથે પ્રતિ કલાક ૭૦થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

(11:48 am IST)