Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જોડિયા ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ

 જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે બાદલપર, ખીરી, આણદા, વાવડી અને વાધા જેવા ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગરના સભ્ય સચિવ એ.કે. સકસેના અને નિયામક એ.સી. સંપટ તથા વરિષ્ઠ પ્રબંધક નિશ્વલભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ ડો. આંબેડકર એજયુકેશન ટ્રસ્ટના સહયોગથી પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી વિશે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગતના અને દરિયાઇ કોસ્ટલ એરિયાના અને પર્યાવરણની ભોૈગોલિક અસરવાળા ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો પર્યાવરણ અનુરૂપ જીવન જીવતા થાય , તે બાબતે તાલીમકાર હર્ષદભાઇ બારૈયા તથા વિનોદભાઇ ડી. મકવાણા દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા, પર્યાવરણ સજીવ ખેતી, બાયો ઉર્જા સ્ત્રોત, પાણીની બચન અને તેમની જાળવણી પશુધન વિગેરેની ઉંડાણ પુર્વક અને વિગતવાર તથા વિસ્તારથી સમજણ આપવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ગામના સરપંચો, ગામના આગેવાનો ખેડૂતો / બહેનો વગેરેએ હાજરી આપેલ. વિવિધ કાર્યક્રમની તસ્વીર. (૧.૨)

(12:56 pm IST)