Gujarati News

Gujarati News

તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૧ ગુરૂવાર
તા. ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ – ૧૦ બુધવાર

અમેરિકામાં વસવાટ કરતા સૌ સીનીયર ભાઇ-બહેનો તથા શુભેચ્છકો માટે અતિ મહત્વના સમાચારોઃ જે લોકો ૬પ વર્ષના થયા હોય અને એફોર્ડેબલ કેર એકટ અથવા ઓબામાકેરનો લાભ લેતા હોય તેમણે સપ્ટેમ્બર માસની ૩૦મી સુધીમાં મેડીકેર ઇન્સ્યુરન્સનો લાભ મેળવી લેવો હિતાવહ છે કે જેથી જીવતપર્યંત દંડની જોગવાઇમાંથી મુકિત મેળવી શકેઃ આ અંગે નિષ્ણાંતોની સલાહ લેવી યોગ્ય થઇ પડશેઃ અમારા વાંચક વર્ગની માંગણીને ધ્યાનમાં લઇ અમો હવેથી મેડીકેર, મેડીકેડ, સોશ્યલ સિકયોરીટી તથા ઇમીગ્રેશન તેમજ સીનીયરોને સ્પર્શતા લગભગ તમામ પ્રશ્નો અંગેની છેલ્લામાં છેલ્લી માહિતીઓ પ્રસિદ્ધ કરવાનો નિર્ણય કરેલ છે તો સર્વે વાંચકોને તેમનો લાભ લેવા વિનંતી છે: access_time 9:03 pm IST

અમેરીકાની રીપબ્લીકન પાર્ટીના અગ્રણી અને એરીઝોનાના સેનેટર જોન મેકેનું ૮૧ વર્ષની વયે બ્રેઇન ટ્યુમરને લઇને અવસાન થતા સમગ્ર અમેરિકામાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતીઃ વોશિંગ્ટનમાં આવેલ નેશનલ કેથેડ્રલ ચર્ચમાં ૧લી સપ્ટેમ્બરના શનિવારે શ્રદ્ધાંજલી સભાનું કરવામાં આવેલું આયોજન અને તેમાં ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને મશાલ ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ અને લોરા બુશ તથા બીલ કલીન્ટન તેમજ હિલેરી કલીન્ટન તેમજ હાઉસ અને સેનેટના સભ્યો તથા ભૂતપૂર્વ ઉપપ્રમુખો જો બાયડન, ડીકમેનીએ આપેલી હાજરીઃ સ્વ. જોન મેકેનની સુપ્રુત્રી મેઘન મેકેને અમેરીકાને મહાન બનાવવા માટે જે લોકો મોટા મોટા બણગા ફુંકે છે તેઓને આડે હાથ લેતા પોતાના તીખા અને તમતમતા પ્રવચનમાં જણાવ્યું હતું કે અમેરીકા દેશ ભૂતકાળમાં પણ મહાન તેમજ આજે પણ મહાન અને ભવિષ્યમાં પણ મહાન જ રહેશે એમાં જરા પણ શંકાને સ્થાન નથી: access_time 9:06 pm IST

તા. ૩ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૮ સોમવાર

અમેરિકામાં ચાલી રહેલ ત્રી દિવસીય મહોત્સવ ચાલો ઇન્ડિયાની થઇ ભવ્ય પૂર્ણાહુતીઃ AIANA સંસ્થાના સહ-સંસ્થાપક દિવંગત શ્રી સુરેશ જાનીને સહુ કોઇએ યાદ કરીને અર્પી શ્રદ્ધાંજલીઃ અકિલાના એક્ઝીક્યુટીવ એડિટર નીમીષ ગણાત્રા સહિત મીડીયા જગતના દિગ્ગજોને ફેસિલીટેટ કરાયાઃ સરદાર પટેલની ગાથા- ગાંધી ગાથાને લોકોએ મનભરીને માણ્યુઃ વિખ્યાત પત્રકાર ઉદય મહૂર્કરે કર્યું સંબોધનઃ અભિનેત્રી સુજાતા મહેતા, કવિ સમ્મેલન, કુમાર વિશ્વાસ, ગાયકો પાપોન, ભાવીન શાસ્ત્રીએ લોકોને કર્યા મંત્રમુગ્ધઃ અંતમાં સુપ્રસિધ્ધ ગાયક કિર્તીદાન ગઢવીએ તેમના પ્રસિધ્ધ ગીત ‘લાડકી’, શીવ સ્તુતી સહિત અનેક ગીતો ગાયને ઓડિયન્સને જૂમવા પર મજબુર કરી દિધાઃ માણો છેલ્લા દિવસની તસવીરી ઝલક: access_time 3:28 pm IST

તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૭ રવિવાર
તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૬ શનિવાર