Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીઃ ૭ ફુટ ઊંચા યુવાને સોૈ કોઇનું ધ્યાન ખેંચ્યું

રાજકોટ : જન્માષ્ટમીના પર્વને લઇને શ્રી કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભકતોનો સવારથી જ ઘસારો જોવા મળી રહયો હતો. દ્વારકામાં વિશેષ પુજન, અર્ચન અને નૈવેધ પણ ધરાવાયા હતા મંદિરની ધ્વજા બદલવાની વિધિ પણ સંપન્ન કરાઇ હતી શહેરમાં શ્રી કૃષ્ણની દિવ્ય શોભાયાત્રા નીકળી હતી.

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવમાં અંદાજે સાત ફુટ લાંબા યુવાને સોૈ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું.

મહારાષ્ટ્રના અમરાવતીના આ યુવાને શોભાયાત્રા બાદ મંદિર પાસે એન્ટ્રી લેતા સોૈ કોઇને તેની ઊંચાઇને કારણે કુતુહલ થયંુ હતું. અમરાવતીના આ યુવાને તેનું નામ અમિત જણાવ્યું હતું અને લોકો સાથે ફોટા ખેંચાવ્યા હતા.(૧.૫૦)

(12:54 pm IST)