Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

તારી માટે વન્સ મોર! ગુજરાતી ફિલ્મમાં પ્રેક્ષકોને ઝકડી રાખે તેવું બધું જ છે! ભરત ચાવડા

તસ્વીરમાં ફિલ્મ 'તારી માટે વન્સ મોર' ના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો ભાવનગર આવ્યા હતા ત્યારે એન્ટરટેઇનમેન્ટ પાર્ક સીનેમા ખાતે નિલેશ ગજ્જર, દિપક હરસોરાએ કલાકારોનું સન્માન કયું હતું.(તસ્વીરઃ વિપુલ હિરાણી) (૧.૭)

ભાવનગર તા.૬: ગુજરાત ફિલ્મ '' તારી માટે Ones more'' ૨૧ મી સપ્ટેમ્બરથી ગુજરાતભરના સીનેમામાં રજુ થઇ રહી છે. આ ફિલ્મની નિર્માત્રી નમ્રતા અગ્રવાલ અને લેખક અને ડાન્સ ડીરેકટર રીધમ ભોજકે આ ફિલ્મ તૈયાર કરવામાં કોઇ કચાશ રાખી નથી. આ એવી પહેલી ફિલ્મ છે કે જેની પ્રોડયુસર અને ડાન્સ ડીરેકટર મહિલાઓ છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં ભરત ચાવડા, જનકી બોડીવાલા તેમજ ગુજરાતી ફિલ્મના લેખક અને નૃત્ય નિર્દેશિકા રીધમ ભોજકે ફિલ્મના પ્રમોશન માટે ભાવનગર શહેરની પી.ઇ.એસ.કે.આર. દોશી, નંદકુંવરબા વિગેરે કોલેજોની મુલાકાત લીધી, ફિલ્મનું ટ્રેલર ભાવનગરમાંથી જ રીલીઝ કરવામાં આવ્યું હતું. ભરત ચાવડા જે મણે રામલીલામાં પણ અભિનય આપ્યો છે. તેમણે ફિલ્મ માટે કહયું કે ફિલ્મમાં મારો રોલ જેવો હું રિયલ લાઇફમાં છું એવો જ છેે. એક મસ્તીખોર, લાગણીશીલ, યુવાનનો ફિલ્મની વાર્તા અને મિત્રોના ગ્રુપની અને એમાંથી સર્જાતી કોમેડીની છે. દર્શકોને અચુક ગમશે. જાનકી પણ અલગ-અલગ રોલમાં જોવા મળશે. ફિલ્મના લેખક અને ડાન્સ દિગ્દર્શક રીધમ ભોજકે ફિલમની વાર્તા લોકોને ગમશે સાથે ફિલ્મના ગીતો પર લોકો ઝુમશે જ એવી વાત કરતા એમણે કહયું કે એનું મુખ્ય કારણ છે ફિલ્મના ગીતો શાન જેવા ગાયકના કંઠે ગવાયા છે. ફિલ્મ ગોવા-અમદાવાદના રમણીય લોકેશન પર શુટ થયું છે. ટેકનીકલ પણ એટલી જ મજબુત અને કુશલ એન્ટરટેઇનમેન્ટ પાર્ક બેનર તળે રજુ થશે. એન્ટરટેઇન્મેન્ટ પાર્ક સીનેમામાં સ્ટારકાસ્ટ પહોંચી હતી. ત્યાં પણ લોકો સાથે સેલ્ફી પડાવી હતી. કાર્યક્રમમાં પી.આર. મેનેજમેન્ટ ચિંતન મહેતા, ફિલ્મ પત્રકાર નિલેશ ગજ્જર વિગેરે ઉપસ્થિત રહયા છે.(૧.૭)

(12:54 pm IST)