Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

બગસરાના હાલરીયામાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયોઃ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

બગસરા તા.૬ : તાલુકાના હાલરીયા ગામે બગસરા તાલકુાના ૬ (છ) ગામો (૧) હાલરીયા, (ર) હુલરીયા, (૩) શિલાણા, (૪) હામાપુર, (પ) સનાળીયા, (૬) ખીજડીયા કુલ -૬ (છ) ગામોના નાગરિકો માટે ગુજરાત સરકારશ્રી દ્વારા આયોજીત ''સેવાસેતુ'' કાર્યક્રમ (ચોથા તબક્કો) ની ઉજવણી પ્રાથમિક શાળા, નવીહળીયાદ ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમમાં વ્યકિતલક્ષી રજુઆતોનો નિકાલ સ્થળ ઉપર કરવામાં આવ્યો જેમાં તાલુકા કક્ષાનાં તમામ સરકારી કચેરીનાં અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં મામલતદાર કચેરીના પુરવઠા શાખા, એટીવીટી મહેસુલ શાખા, આધારકાર્ડ, વિગેરે શાખાઓ તેમજ તાલુકા પંચાયત કચેરી વિભાગ, તાલુકાની તમામ બેંકો, પશુચિકિત્સક વિભાગ, પીજીવીસીએલ કચેરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઉકત તમામ ગામોના પ્રાથમિક શાળા / માધ્યમિક શાળાના આચાર્યો વિગેરે શેૈક્ષણિક સંસ્થાાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહેલ. આ કાર્યક્રમમાં નવીહળીયાદ ગામના સરપંચ શ્રી તથા ઉકત તમામ ગામોના સરપંચ તથા ઉપ સરપંચશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા.

તાલુકા મામલતદારશ્રીએ કાર્યક્રમમાં મહાનુભાવોને સાથે રાખી દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરેલ અને ''સેવા સેતુ'' કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લાવવા પાછળનાં ઉદ્દેશોની વિસ્તૃત જાણકારી કાર્યક્રમમાં ઉપસ્થિત સોૈને આપેલ હતી. આ કાર્યક્રમમાં હાજર સોૈ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓનું શાબ્દીક સ્વાગત કરેલ હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પંચાયત, શિક્ષણવિભાગ, આરોગ્ય, પશુપાલન, જી.ઇ.બી. વિ. ટીમોએ શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફે તેમજ મામલતદાર કચેરીની સમસ્ત ટીમે ભારે જહેમત ઉઠાવેલ હતી.

આ કાર્યક્રમમાં સવારે ૯ થી ૧૭:૦૦ દરમ્યાન અલગ -અલગ વિભાગ કચેરીઓને કુલ ૧૮૬૨ અરજીઓ રજુ થયેલ તે પૈકી ૧૮૫૯ અરજદારશ્રીઓની અરજીઓની વિવિધ માંગણીઓ સંતોષી સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. (૭/૧૨, ૮-અ ના પ્રમાણપત્રો, આવક/ જાતિના દાખલાઓ, સીનીયર સીટીજનના દાખલાઓ રસીકરણ, આધાર કાર્ડ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ.હાલરીયા સેવાસેતુ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી આર.કે. ઓઝા નાયબ કલેકટરશ્રી ધારીએ તેમજ આઇ.એસ.તલાટ મામલતદાર બગસરાએ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન હાજર રહીને કાર્યક્રમ લગત માર્ગદર્શન આપેલ હતું. તેમજ કાર્યક્રમ સંચાલન શ્રી પ્રશાંત ભીડીંએ રેવન્યુ સંભાળેલ હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સરકારશ્રીનાં આ ''સેવા સેેતુ'' થકી કાર્યક્રમમાાં એક જ દિવસમાં સેવાઓનો લાભ મળતા લાગણી વ્યકત કરેલ છે.(૧.૧)

(12:52 pm IST)