Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ટંકારાઃ બંગાવડીમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ-રામધુન થાળીના નાદ-રેલી

ટંકારાઃ ટંકારા તાલુકાના ગામોમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન મળી રહેલ છે. ગામે ગામ પ્રતિક ઉપવાસ તથા રામધુનના કાર્યક્રમો યોજાય રહેલ છ.ે પાટીદાર સમાજને અનામતનો લાભ આપવા તેમજ ખેડુતોના દેવા માફ કરવાની માંગણી સાથે હાર્દિક પટેલે ઉપવાસ આંદોન શરૂ કરેલ છે. આ આંદોલન ટંકારા તાલુકામાં વેગ પકડી રહેલ છે. અને ટંકારા તાલુકામાં ઉપવાસ આંદોલન યોજાય રહેલ છે. ટંકારા તાલુકાના લજાઇ, પ્રભુનગર, હરબટીયાળી, હરીપર, લખધીરગઢ, વિરપુર, સહિત વિવિધ ગામોમાં પ્રતિક ઉપવાસ આંદોલન યોજાય ગયેલ છે. ટંકારા તાલુકાના બંગાવડી ગામે પ્રતિક ઉપવાસ આંદોલન કરાયેલ તેમાં પાટીદાર આગેવાનો, કાર્યકરો, મહીલાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ગ્રામજનો દ્વારા રામધુન બોલાવાયેલ. મહીલાઓ દ્વારા થાળી વગાડી, થાળી નાદ કરાયેલ અને કુંભકર્ણા સરકારને જગાડવા પ્રયત્ન કરાયેલ. અને માંગણી પુરી કરવા પ્રતિક ઉપવાસ કરાવેલ.  સાવડી ગામે હાર્દિક પટેલના સમર્થનમાં યુવાનો દ્વારા રેલી કઢાયેલ. (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)(૬.૨૧)

(12:42 pm IST)