Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ભાવનગર જીલ્લા જેલમાં હત્યાનાં આરોપીઓને મળવા આવેલા ૩ શખ્સો હથિયારો સાથે ઝડપાયા

ભાવનગર, તા.૬: જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલની સુચનાના આધારે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારને બાતમી હકિકર્તં મળેલ હતી કે, તળાજામાં થોડા દિવસ પુર્વે ચીનુભાઇ પઠાણનું મર્ડર થયેલ હતું તેના આરોપીઓ ઇર્શાદ તથા બીજા આરોપીઓ જીલ્લા જેલ ભાવનગર ખાતે છે તેની મુલાકાતે તળાજા, મહુવા, ભાવનગરના પાંચ ઇસમો ઇન્ડીકા કાર તથા મોટર સાયકલ-૨ લઇને આવેલ છે. તેઓ પાસે પિસ્ટલો, છરીઓ, લાકડીઓ, લોખંડના પાઇપ છે. જે હકિકત આધારે એસ.ઓ.જી. ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા સ્ટાફે તપાસ કરતા પાંચ ઇસમો પૈકી બે ઇસમો એક મો.સા. લઇને ભાગી ગયેલ જયારે ત્રણ શખ્સો ઝડપાયા છે.( ર્ં૧) જુબેરભાઇ હશનભાઇ હમદાની ઉ.વ.૩૨ રહે. ગોળ બજાર આંબલીવાળો ખાંચો મહુવા જી. ભાવનગર (૨) મહંમદખાન અશરફખાન પઠાણ ઉ.વ.૪૪ રહે.રૂવાપરીરોડ, કાગદીવાડ મસ્જીદ પાસે મુળ તળાજા (૩) તલહાખાન અશરફખાન પઠાણ ઉ.વ.૩૨ રહેવાસી રૂવાપરીરોડ, કાગદીવાડ, મસ્જીદ પાસે ભાવનગર નાસી ગયેલ આરોપીઓમાં(૧) જાબીર ઉર્ફે ભુરો દાઉદભાઇ બેલીમ રહે. મહુવા (૨) અબ્બાસ દાઉદભાઇ બેલીમ રહે. મહુવાપકડાયેલ આરોપીઓ પાસેથી લોડેડ પિસ્ટલ નંગ-૨ તથા જીવતા કાર્ટીશ નંગ-૬ તથા છરીઓ નંગ-૨ તથા કુંડલીવાળી લાકડી-૧ તથા લોખંડનો પાઇપ-૧ તથા ઇન્ડીકા કાર-૧ તથા સાઇન મો.સા.-૧ મળી કુલ રૂપિયા ૧,૯૯,૩૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ ર્છેં . પકડાયેલ તથા નાશી ગયેલ આરોપીઓ સામે આર્મ્સ એકટની કલમો તથા હથિયાર બંધીના જાહેરનામા ભંગ બદલની કલમો તળે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. ના હેડ કોન્સ.યોગેન્દ્રસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર ચલાવી રહ્યા છે.આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા હિતેષભાઇ મેર તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા નીતીનભાઇ ખટાણા તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા અબ્બાસભાઇ દેવજીયાણી તથા મુકેશભાઇ પરમાર તથા યોગીનભાઈ વિગેરે જોડાયા હતા.(૨૩.પ)

(12:32 pm IST)