Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રણુજા(કોઠારીયા)-આજીવિસ્તારમાં વારંવાર વિજ ફોલ્ટની સમસ્યાથી લોકો ત્રાહીમામ

જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાની રજુઆત

રાજકોટ. તા. ૬ :   જસદણના પૂર્વ ધારાસભ્યશ્રી ભીખાભાઇ બાંભણીયાએ રાજકોટ પીજીવીસીએલનાં સત્તાધીશોનેે એક પત્ર પાઠવીને રાજકોટના રણુજા (કોઠારીયા) અને રાજકોટ ડેરી (આજી વિસ્તાર) નાં ૬૬ કેવી સબ સ્ટેશનમાંથી વાર઼વાર ઉદભવતી વિજ સમસ્યા અને વિજ ફોલ્ટના પ્રશ્ન તાકીદે હલ કરવા રજૂઆત કરી હતી.

 

ભીખાભાઇ બાંભણીયાએ લગત કાયપાલક ઇજનેરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે આ બંને ૬૬ કેવી સબસ્ટેશનો રાજકોટનાં બહુ મોટા વિસ્તારને આવરી લે છે. જે પૈકી રણુજા(કોઠારીયા) ૬૬ કેવી  સબસ્ટેશનમાં આનંદબંગલા, ગોપાલનગર, સહકારનગર, નંદાહોલ, કોઠારીયા રોડ, વાણીયાવાડી, ગાયત્રીનગર, ગુરુકુળ પાણીનો ટાંકો વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ ડેરી (આજી વિસ્તાર)  ૬૬ કેવી સબ સ્ટેશનમાં મધુરમ હોસ્પિટલ, ભકિતનગર સર્કલ, ગીતામંદિર, ગુંદાવાડી, પુજારા પ્લોટ, ભકિતનગર સોસાયટી વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. સ્વભાવિક રીતે જ આ બહુ મોટા વિસ્તાર અને લાંબા અંતરના કારણે વારંવાર વિજ ફોલ્ટના સમયે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સદગુ રૂ શ્રી રણછોડદાસ બાપુ હોલની બાજુમાં આનંદનગર વિસ્તારમા઼ ૬૬ (કેવી) સબસ્ટેશન માટે ર૧૦૦ ચો.મી. જમીન પણ મંજુર કરવામાં આવી છે. પરંતુ એક ચો.મી.ના એક લાખ   રૂપિયાના ભાવથી એકાદ વર્ષ પહેલા મંજુર થયેલ આ જમીનનો પ્રશ્ન ઊંચી કિમંતના વિવાદને કારણે પુનઃ ટલ્લે ચડાયો છે. અને લોકોની સમસ્યાઓ વધતી જાય છે. આ બંને સબ સ્ટેશનોમાં મોટા વિસ્તારોનાં કારણે અવારનવાર વિજ ધાંધીયા સર્જાય છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી રાજકોટના છે ત્યારે આ જમીનનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય અને કિંમત માટે ફેરવિચારણા કરી લોકોની સમસ્યાાનું કાયમી નિરાકરણ આવે તે માટે તાકીદે જરૂરી નિર્ણય કરવા ભીખાભાઇ બાંભણીયાએ અપીલ કરી હતી.(૧૧.ર)

(1:48 pm IST)