Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં ગારીયાધારના પરવડીયા ઉપવાસ : કોંગી નેતાઓ ઉપવાસ છાવણીની મુલાકાતે

ગારીયાધાર તા. ૬ : પરવડી ગામે માનવ મંદિર ખાતે પાટીદાર સમાજના પરવડી ખાતેના આગેવાનો દ્વારા હાર્દિકના આંદોલનના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરાયા હતા. જેમાં પરવડી ગામના ભુપતભાઇ ગોયાણી, પરસોત્તમભાઇ વહાણી, હરીભાઇ નારણભાઇ ખેની, પ્રેમજીભાઇ ગાંડાભાઇ માંગુકીયા અને ગોપાલભાઇ કાનજીભાઇ ગોયાણી સહિતનાઓ એક દિવસના ઉપવાસ કરાયા હતા.

આ તકે જી.પં.ના સદસ્ય ગોવિંદભાઇ મોરડીયા, તા.પં. ઉપપ્રમુખ કનુભાઇ સાંડસુર, બાબુભાઇ વિરાણી સહિતના કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી હતી.

(9:28 am IST)