Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખંભાળિયાના જોધપુરગેટ વિસ્તારમાં આખલાઓ બાખડતા-બાખડતા ટી.વી.ની દુકાનમાં ઘુસ્યા કાચના દરવાજાનો ભુક્કો બોલાવ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લા ખંભાળિયામાં આખલાઓના યુદ્ધ થી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

      આજે બપોરે જોધપુરગેટ વિસ્તારમાં આખલાઓ બાખડતા-બાખડતા ટી.વી.ની દુકાનમાં ઘુસ્યા હતા અને

દુકાનમાં ચડી આવતાં કાચના દરવાજાનો ભુક્કો બોલાવ્યો હતો.

      જાણે કે શહેરનો મુખ્ય વિસ્તાર આખલાઓ માટે મેદાન બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે.આખલાના ત્રાસથી અનેક નાની મોટી દુર્ઘટના અગાઉ પણ સર્જાઈ ચુકી છે.

(2:58 pm IST)