Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભેંસાણ કોંગ્રેસમાં ગાબડુ

તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :  જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલના અથાગ પ્રયત્નોથી જીલ્લામાં પાર્ટીને ખુબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે આજે ભેંસાણ તાલુકા પંચાયતના સદસ્યો શ્રી દિલુભાઇ દેવાયતભાઇ વાંક કે જેઓ રાણપુર-ર તાલુકા પંચાયત સીટ તથા શ્રી રવજીભાઇ ઠુ઼મર કે જેઓ ગળથ તાલુકા પંચાયત સીટ પરથી ચુંટાઇ આવેલ. જીલ્લા ભાજપ કાર્યાલય, જુનાગઢ ખાતે જીલ્લા પ્રમુ કિરીટભાઇ પટેલ, ભેંસાણ તાલુકા પ્રભારી દિપકભાઇ ડોબરીયા, બીલખા જીલ્લા પંચાયતના બીન હરીફ ચુંટાયેલ શ્રી અનકભાઇ ભોજક, દિનેશભાઇ મૈતર, શ્રી અનુભાઇ ગુજરાતી, આરીફભાઇ નાઇ તથા મુખ્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ બંન્ને તાલુકા પંચાયતના સદસ્યો વિધીવત રીતે ભાજપમાં જોડાયા છે. આ તકે કિરીટભાઇ પટેલ  દ્વારા જણાવવામાં આવેલ કે, આવનારા દિવસોમાં ભેંસાણ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસની રાજનિતીની શરૂઆત થશે તે જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રીશ્રી ભરતભાઇ ચારીયાની યાદીમાં જણાવે છે.

(1:29 pm IST)