Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

જામનગરમાં બે મકાનમાં હાથ ફેરો ૫૪ હજારના દાગીના લઇ જતા તસ્કરો

જામનગર, તા.૬: સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ડીમ્પલબેન દિલીપભાઈ હરીભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, સ્વામીનારાયણ નગર શેરી નં.૧, પહેલો ગરબીચોક, ભાવશેભાઈ હરીભાઈ પરમારના મકાનમાં ફરીયાદી ડીમ્પલબેનના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં રાખેલ કબાટનો દરવાજો તોડી કબાટમાં રાખલ આશરે રોકડા રૂપિયા ૩૦,૦૦૦/– તથા સોનાની બે વિટી આશરે રૂ.પ૦૦૦/– તથા સોનાનું લેપ ચડાવેલ મંગળસુત્ર કિંમત રૂ.ર૦૦૦/– તથા હાથમા પહેરવાના સોનાની ચિપ ચડાવેલ પટ્ટીવાળા પાટલા કિંમત રૂ.ર૦૦૦/– તથા ચાંદીના સાકળા આશરે કિંમત રૂ.૩૦૦/– તથા સોનાની નથડી આશરે કિંમત રૂ.પ૦૦/– તથા સોનાનો ઓમ કાર આશરે કિંમત રૂ.પ૦૦/– તથા ચાંદીના સાકળા િંકંમત રૂ.૬૦૦/– તથા ચાદીની કડલી બે જોડી આશરે કિંમત રૂ.પ૦૦/– એમ કુલ કિંમત રૂ.૧૧,૪૦૦/– ના સોના ચાંદીના દાગીના તથા કુલ રોકડા રૂપિયા ૩૦,૦૦૦/–  મળી કુલ આશરે કિંમત રૂ.૪૧,૪૦૦/– ની સાહેદ પુજાબેન હરેશભાઈ પરમારના ઘરનો પણ દરવાજાનો નકુચો તોડી તેના રૂમમાં રાખેલ લોખંડનો કબાટ નો દરવાજો તોડી કબાટમાં રાખેલ સોનાની બુટીની જોડ આશરે કિંમત રૂ.૪૦૦૦/– તથા સોનાની વિટી નંગ–૩ આશરે કિંમત રૂ.૬૦૦૦/– તથા ડોકમાં પહરેવાના સોનાના પેન્ડલ કિંમત રૂ.૧૦૦૦/– તથા ચાંદીની બગડી આશરે િંકંમત રૂ.પ૦૦ તથા ચાંદીની ઝાંઝરીઓ કિંમત રૂ.પ૦૦/– તથા હાથના પહેરવાની ચાંદીની લકકી કિંમત રૂ.પ૦૦ એમ કુલ કિંમત રૂ.૧ર,પ૦૦/– ના સોના ચાંદીના દાગીના કોઈ ચોર ઈસમ ચોરી અજાણ્યા ચોર ઈસમ કુલ રૂપિયા પ૩,૯૦૦/– ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

રૂપિયાના સિકકા વડે જુગાર રમતા પાંચ ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જુના રેલ્વે સ્ટેશન પાસે, ભીમવાસ શેરી નં.૩, મંદિર પાસે, જામનગરમાં આરોપીઓ દેવજીભાઈ ભીમજીભાઈ વાઘેલા, હિરેનભાઈ ઉદેશંગ ચૌહાણ, રવીભાઈ મગનભાઈ ચૌહાણ, ભાવેશભાઈ દેવજીભાઈ ધુલીયા, અશોકભાઈ ઉર્ફે લાલો ગુણવંતભાઈ ચૌહાણ, જાહેરમા રૂપિયાના સિકકા ઉછાળીને કાંટ–છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી જુગાર રમતા એક રૂપિયાના ત્રણ સિકકા કિંમત રૂ.–૦૩ તથા રોકડા રૂ.૧૧રપ૦/– મળી કુલ રૂ.૧૧રપ૩/– મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ઈન્દીરા રોડ તરફ જતા જી.આઈ.ડી.સી. ઓફીસ પાસે, જામનગરમાં આરોપી હરદિપ જયેશભાઈ ચુડાસમા, બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે જાહેરમાં લઈ નીકળતા ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર અન્ય આરોપી દિપક ઉર્ફે પોપટ લક્ષ્મીદાસ ગોરી ફરાર થઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભા ડાયાભાઈ કારેણાએ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ–૪૯, રોડ ચામુડા મંદિર પાસે, જામનગરમાં આરોપી જીતેન્દ્રભાઈ દેવજીભાઈ વાલજીભાઈ પરમાર, બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ડમ્પરમાંથી બેટરી ચોરી

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ક્રિપાલસિંહ પ્રવિણસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તમાચણ ગામ ફરીયાદી ક્રિપાલસિંહ  તથા સાહેદની ડમ્પર ટ્રક નં. જી.જે.–૧૦–ઝેડ–૬પ૮૮ તથા જી.જે.–૦૯–વાય–૯૭૮૪ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ હોય જેમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમે અલગ અલગ કંપનીની બેટર નંગ–૪, કિંમત રૂ.૧પપ૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ઘોડીપાસાના આંકડા

જામજોધપુર પોલીસ મથકના આર.બી.ચૌહાણએ તા. પ ના રોજ જકાતનાકા પાસે જાહેર રોડમાં વજુભાઈ મોતીભાઈ પરમાર ઉ.વ. ૪૬ ને વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડ રૂ. ર૬૭૦ સાથે ઝડપી પાડયો હતો.

બે ઝડપાયાઃ એક ફરાર

જામજોધપુર પોલીસ મથકના યોગીરાજસિંહ રાણાએ તા. પ ના રોજ લીમડા ચોકમાં જાહેર રોડમાં બસીર ઉર્ફે અપલો દાઢી સમાને વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડ રૂ. ૧૩૭૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે વિરમ આહીર નાશી ગયો હતો.

ગાંજા સાથે એક ઝડપાયો

અહીં રંગુનવાલા હોસ્પિટલ પાસે સૈયદ ફળી પાસેથી આ કામેના આરોપી ઈમરાન હનીફ સમાના રહેણાંક મકાનેથી પોલીસે ગેરકાયદે કેફી પદાર્થ ગાંજો ૧ કીલો રપ૦ ગ્રામ કિંમત રૂ. ૧રપ૦૦ તથા રોકડ રૂ. ૬૯પપ૦ તથા કુલ રૂ. ૭ર૧૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે હનીફ ઉર્ફે હનફો ચોર આમદભાઈ સમા અને સોહીલ હનીફભાઈ સમા નાશી ગયા હતા.

(1:24 pm IST)
  • દેશમાં કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : છેલ્લા ૧૦ દિવસમાં ૧૧ રાજ્યના ૩૪ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાની ઝડપ બમણી : મહારાષ્ટ્રના ૬, પંજાબના પાંચ, ગુજરાતના ૪ અને મધ્યપ્રદેશના ૩ જિલ્લામાં સ્થિતિ વણસી:કેરળ અને મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં પણ રોજના ૧૦૦૦થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે access_time 12:50 am IST

  • 2001 ના રોજ યુએપીએ હેઠળ પ્રતિબંધિત આઉટફિટ સિમીના સભ્ય હોવાના આરોપસર સુરતમાં ધરપકડ કરાયેલા 122 લોકોને ગુજરાત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા : કોર્ટનું કહેવું છે કે પ્રોસેક્યુશન 'આકસ્મિક, વિશ્વાસપાત્ર અને સંતોષકારક' પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. access_time 6:04 pm IST

  • ટીમ ઈન્ડિયા ૩૬૫ રનમાં ઓલઆઉટઃ સુંદર (૯૬ રન નોટઆઉટ) સદી ચૂકયો : ૧૫૮ રનની મહત્વની લીડ : અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૧૪.૪ ઓવરમાં ૩૬૫ રન બનાવી ઓલઆઉટ થયુ છે : સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરી ભારતને વિનીંગ પોઝીશનમાં લાવી દીધુ છે : કમનસીબે અક્ષર પટેલ ૪૩ રને આઉટ થયા બાદ ઈશાંત અને સિરાજ પણ આઉટ થઈ ગયા હતા : સુંદર સદી ચૂકી જતા નિરાશ થયો હતો તે ૯૬ રને નોટઆઉટ રહ્યો હતો : ઈંગ્લેન્ડના બોલરો સ્ટોકસ ૪, ઍન્ડરસન ૩, લીચને ૨ વિકેટ મળી છે : ભારતને ૧૫૮ રનની મહત્વની લીડ મળી છે access_time 11:35 am IST