Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

જેસર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ છતાં પ્રમુખપદે 'આમ આદમી પાર્ટી'ના ઉમેદવારની શકયતા

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૬ :.. જેસર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખપદે આમ આદમી પાર્ટીનાં વિજેતા બેસે તેવો ઘાટ સર્જાયો છે.

તાજેતરમાં યોજાયેલ જેસર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૬ બેઠકો માંથી ભાજપને ૧ર, કોંગ્રેસને એક, અને આમ આદમી પાર્ટી (આપ) ને ત્રણ બેઠકો મળી છે. આમ ભાજપે બહુમતી મેળવી છે પરંતુ પ્રમુખપદ માટે શીડયુલ્ડ કાસ્ટ માટેની અનામત હોવાથી અને ભાજપમાંથી એકપણ ઉમેદવાર શીડયુલ્ડ કાસ્ટનો ચૂંટાયો નથી. જયારે આપમાંથી અતુલકુમાર ભીખાભાઇ નૈયારણ શીડયુલ્ડમાંથી ચૂંટાયા છે. આથી બહુમતી છતા ભાજપનો નહિ પરંતુ આપ નો વિજેતા ઉમેદવાર પ્રમુખપદે બેસે તેવી શકયતા છે.

(11:44 am IST)
  • ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના CEO પુનાવાલાએ વિશ્વ બેન્કની પેનલમાં ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે કાચા માલના નિકાસ પર અસ્થાયી અમેરિકી પ્રતિબંધ થી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) જેવી કંપનીઓ દ્વારા કોરોનાવાયરસ રસીના ઉત્પાદનને મર્યાદિત કરી શકે છે જે ગંભીર બાબત છે. access_time 11:58 pm IST

  • ડાકોરનો ફાગણ મેળો રદ:ડાકોર મંદિરનો ફાગણ મેળો રદ કરવામાં આવ્યો છે. ડાકોર મંદિર ૨૭ થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે. access_time 7:52 pm IST

  • ૧૧ થી ૧૫ માર્ચ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૧૧ થી ૧૫ માર્ચ સુધી ગાંધીનગર ખાતે મળશે તેમ જાણવા મળે છે access_time 3:29 pm IST