Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કાલે શિક્ષણમંત્રીના હસ્તે શિક્ષણ સહાયકોને પુરા પગારના હુકમો અપાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૬: રાજયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ-૨૦૧૬ની ભરતી પ્રક્રિયામાં નિમણંક પામેલ શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ પૂર્ણ થતા પૂરા પગારના હુકમ આપવા બાબતે અત્રેની કચેરી દ્વારા સંદર્ભદર્શિત પત્રો તેમજ વિડીયો કોન્ફરન્સથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

ઉપરોકત વિગતે શિક્ષણ સહાયકોને પુરા પગારના હુકમો એનાયત કરવાનો કાર્યક્રમ મંત્રીશ્રી (શિક્ષણ)ના હસ્તે આવતીકાલ તા.૭/૧/૨૦૨૨ના રોજ બપોરના ૧૨ કલાકે તેઓના કાર્યાલય ખાતે યોજવામાં આવશે. તેમાં ગાંધીનગર જિલ્લાના ૦૫ શિક્ષણ સહાયકોને પુરા પગારના હુકમો આપવામાં આવશે.

અન્ય જિલ્લા શિક્ષણાધિકારીઓએ તા.૭-૧-૨૦૨૨ના રોજ શિક્ષણમંત્રીશ્રીના કાર્યક્રમ બાદ પોતાની અનુકુળતાએ જિલ્લા કક્ષાએ શિક્ષણ સહાયકોને પુરા પગારના હુકમો એનાયત કરવાનો કાર્યક્રમ યોજવાનો રહેશે.

ઉકત કાર્યક્રમના આયોજન દરમ્યાન કોવિડ-૧૯ અન્વયે રાજય સરકારની વખતો વખતની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. તેમ મદદનીશ શિક્ષણ નિયામક (માધ્યમિક) ગુ.રા.ગાંધીનગર એ જણાવ્યું છે.

(4:04 pm IST)