Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સી.આર. પાટીલ અને બ્રિજેશભાઇ મેરજાએ ગોંડલ આવવા દોઢ કલાક રાહ જોઇ

રાજકોટ, તા. ૬ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ગોંડલ આવવાના હતા પરંતુ ખરાબ હવામાના કારણે તેમનો પ્રવાસ રદ થયો હતો.

સીઆર પાટીલ અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા  હેલીકોપ્ટર દ્વારા ગોંડલ આવવા દોઢ કલાક અમદાવાદ એરપોર્ટ પર બેઠા રહ્યા પણ અમદાવાદ મા વરસાદી વાતાવરણ હોય ખરાબ હવામાન ને કારણે હેલીકોપ્ટરનું ઉડ્ડયન શક્ય નાં હોય સીઆર પાટીલ ગોંડલ કાર્યક્રમ માં પંહોચી શક્યા ન હતા.

ગોંડલમાં પણ સવાર થી ટાઢોડા સાથે મેઘાવી માહોલ છવાયો હતો. અને અગીયાર વાગ્યાથી વરસાદના છાંટા પડવા શરૂ થયા હતા.અલબત્ત યાર્ડના શેડમા કાર્યક્રમ હોય વરસાદનુ વિઘ્ન નડ્યુ ના હતુ. બાઈક રેલીમા અંદાજે બારસો બાઈક જોડાયા હતા. જ્યારે કાર્યક્રમમાં અંદાજે સાત હજારથી વધુ જનમેદની જોવા મળી હતી.

(4:03 pm IST)