Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જામનગરના નાની ભલસાણમાં આર્થિક ભીંસથી કંટાળીને ચંદ્રેશ સંઘાણીનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામે રહેતા દિવ્યેશભાઈ મોહનભાઈ સંઘાણી, ઉ.વ.૩૭ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ–૧–રરના આ કામે મરણજનાર ચંદ્રેશભાઈ મોહનભાઈ સંઘાણી, ઉ.વ.૪૩, રે. ગોકુલનગર, જામનગરવાળા ની છેલ્લા ઘણા સમયથી  આર્થીક પરિસ્થિતી નબળી હોય જેથી આર્થીક ભીંસ થી કંટાળી પોતાના હાથે નાની ભલસાણ ગામે છતના કડા સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ  લઈ મરણ થયેલ છે.

ટ્રેકટરમાં ઓઢણી ફસાતા યુવતિનું સારવાર દરમ્યાન મોત

 જામનગર જિલ્લાના કનસુમરા ના પાટીયા પાસે રહેતા કમલુભાઈ જોગડીયાભાઈ બારીયા, ઉ.વ.ર૭ એ પંચ ભબીભ પોલીસ સ્ટેશનમાં આ કામે મરણજનાર મનીષાબેન જોગડીયાભાઈ દલુભાઈ બારીયા, ઉ.વ.ર૦, રે. કનસુમરાના પાટીયા પાસે, તા.જિ.જામનગરવાળા રોડ પરના ખાડા પુરવાનું કામ કરતા હોય અને રોડ સાફ કરવાનું બ્રશ ટ્રેકટરની પેટી માંથી કાઢવા જતા ટ્રેકટર તથા કમ્પ્રેશર વચ્ચેના સાફિટનમાં ઓઢણી તથા ચણીયો ફસાય જતા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવારમાં લઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

અગમ્ય કારણોસર યુવતિએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે રહેતા પાલાભાઈ આલાભાઈ ખરા, ઉ.વ.પપ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે,  આ કામે મરણજનાર પુજાબેન પાલાભાઈ ખરા, ઉ.વ.ર૧, રે. ખંઢેરા ગામ વાળા તા.૮–૧ર–ર૧ના રોજ બપોરના સાડા અગ્યારેક વાગ્યાના સુમારે પોતાની વાડીએ જંતુનાશક ઝેરી દવા પી જતા સારવારમાં બેભાન હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

હાર્ટએટેક આવતા યુવાનનું  સારવાર દરમ્યાન મોત

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે બાબુભાઈ ભાદાભાઈ અકબરીની વાડીએ રહેતા રાજેશભાઈ દલસખુભાઈ ડામોર, ઉ.વ.ર૦ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ–૧–રરના આ કામે મરણજનાર બાબુભાઈ ગલાભાઈ બારીયા, ઉ.વ.૪૦, રે. બાબુભાઈ ભાદાભાઈ અકબરીની વાડીએ નપાણીયા ખીજડીયા ગામવાળા વાડીએ સુતા હોય ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે કાલાવડ સરકારી દવાખાને લાવતા હાર્ટએટેક આવતા મરણ થયેલ છે.

રેલ્વેના પાટા ઓળંગતા ટ્રેન હડફેટે યુવાનનું મોત

અહીં હનુમાન ટેકરી શકિત પ્રવિઝન સ્ટોરની બાજુમાં જામનગરમાં રહેતા હિતેષભાઈ રામજીભાઈ ગોહિલ, ઉ.વ.૪૧ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૬–૧–ર૦રરના આ કામ મરણ જનાર અશોકભાઈ વિરજીભાઈ ગોહિલ, ઉ.વ.૩૬, રે. ત્રણ માળીયા આવાસની પાછળ, વામ્બે આવાસની બાજુમાં જામનગરવાળા સાતાનાલા આગળ થાંભલા નં.૮ર૯ ની પાસે ટ્રેનના પાટા ઓળગતી વખતે કોઈપણ ટ્રેન હડફેટે આવી જતા મરણ થયેલ છે.

(1:10 pm IST)