Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ગોંડલમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નિને આપઘાત માટે મજબૂર કરનાર પતિ ગૌતમ વાઘેલા સામે ફરીયાદ

પુત્ર માનવને બીવડાવવા માટે ગૌતમ વાઘેલાએ બંદુકમાંથી હવામા ફાયરીંગ કરી ગાળો આપી

રાજકોટ, તા. ૬ :. ગોંડલમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નિને આપઘાત માટે મજબૂર કરનાર પતિ સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતપરા, હરભોલે સોસાયટી, રામેશ્વર રેસીડેન્સીમાં રહેતા ભારતીબેન ઉર્ફે ભાવનાબેન વાઘેલાએ ગત તા. ૨ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પુત્ર માનવ વાઘેલાએ તેના પિતા ગૌતમ વાઘેલા સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના માતા ભારતીબેનના ચારિત્ર્ય ઉપર પતિ ગૌતમભાઈએ શંકા કરી અવારનવાર ઝઘડાઓ કરી આપઘાત માટે મજબૂર કર્યા હતા તેમજ ફરીયાદીને બીવડાવવા માટે બંદુકમાંથી હવામાં ફાયરીંગ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી હતી.

આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ગૌતમ વાઘેલા સામે આઈપીસી ૩૦૬, ૩૨૩, ૫૦૪ તથા આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

(1:00 pm IST)