Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

ટંકારાના હરીપર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં રાકેશકુમારનું મોત : એકને ઇજા

બોલેરોનો ચાલક રોડ ઉપર કેબલનું કામ કરતા બે યુવાનોને હડફેટે લઇ નાશી છૂટયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૬ : ટંકારાના હરીપર ગામ નજીક બોલેરોના ચાલકે પોતાની બોલેરો પુર ઝડપે ચલાવીને રોડ પર ઉભેલા બે વ્યકિતને હડફેટે લેતા એક યુવાનનું મોત થયું હતું તો બોલેરો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી નાશી ગયો હોય જેથી હીટ એન્ડ રનનો બનાવ બનતા ટંકારા પોલીસે બોલેરો ચાલક સામે ગુન્હો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ગીતા ઓઈલ મિલ નજીક રહેતા અને મૂળ ઉતરપ્રદેશના વતની મુન્નાભાઈ રામશંકરભાઈ દુબે એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બોલેરોના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી હરીપર ગામ નજીક રોડ પર કેબલનું કામ કરતા ફરિયાદી મુન્નાભાઈ અને રાકેશકુમાર ભુરજીભાઈ ડોડીયાર (ઉ.૨૫) બન્નેને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઈજા થઇ હતી તો રાકેશકુમારને માથામાં ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું તો બોલેરો ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે.

(1:01 pm IST)