Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

લોહાણા સમાજને રાજકીય રીતે અન્યાય

પોરબંદર નગરપાલિકાના પૂર્વપ્રમુખ મુકેશભાઇ દત્તાનો આક્રોશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬ : નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દત્તાએ આક્રોશ સાથે જણાવેલ કે ગુજરાતમાં રાજકીય રીતે છેલ્લા ઘણા વર્ષોથી લોહાણા સમાજને અન્યાય થઇ રહ્યો છે. આ લોહાણા સમાજ કોઇ હિસાબે સહન નહીં કરી શકે.

મુકેશભાઇ દત્તાએ જણાવેલ કે હર કોઇ જ્ઞાતિ પોતાના સમાજના લોકોને આગળ વધે અને તે દ્વારા ઉપયોગી કાર્યો થાય તે ઇચ્છતો હોય છે આજના આ સમયમાં તો તે ખુબ જરૂરી છે.

લોહાણા જ્ઞાતિ ખુબ ખંતીલી હોશિયાર મહેનતુ ને બીજા માટે કંઇ કરી છુટવાની ભાવના શીલ જ્ઞાતિ છે વેપાર અને દાન તેના લોહીમાં વણાયેલા છે ઇતિહાસ ભવ્ય છે આ જ્ઞાતિએ ભૂતકાળમાં નજર કરીએ તો ખુબ જ નામના મળે તેવા સેવાકાર્યો આગેવાનો રાજકારણ અને સંસ્થામાં પોતાનું યોગદાન આપેલું છે. આજ્ઞાતી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત અને સમગ્ર ભારતમાં પથરાયેલી છે દેશ વિદેશ ખાસ કરીને આફ્રિકા ખંડ યુકે અમેરિકા કેનેડા વગેરે દેશોમાં વેપાર અર્થે ખુબ સારી રીતે સંકળાયેલી છે જે જગજાહેર છે પોતાની જ્ઞાતિના તો ઠીક પણ બીજા સમાજના લોકો માટે જાહેર સંસ્થાઓમાં યોગદાન આપતા આવ્યા છે લગભગ રપ લાખ જેટલી આ જ્ઞાતિ ની સંખ્યા રહેલી છે આમનો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને આમાંની ત્રીજા ભાગ એટલે કે લગભગ નવલાખ જેટલા લોહાણા જ્ઞાતિ ભાઇ બહેનો વસે છે કચ્છ થી લઇ ભાવનગર સહિતના શહેરો ગ્રામ્ય વિસ્તારમાં વેપાર કરે છે. પોતાના બુદ્ધિ સાહસથી આગળ આવ્યા છે રાજકારણમાં પણ પોતાનું મહામૂલ્ય યોગદાન આ જ્ઞાતિએ આપેલું છે.

ભૂતકાળમાં કચ્છમાંથી સ્વ. પ્રેમજીભાઇ ઠકરાર જામનગર સ્વ. જયસુખભાઇ હાથી કેશોદમાંથી સ્વ. નરેન્દ્રભાઇ નથવાણી જેવા મહાનુભાવોએ ગુજરાતથી દિલ્હી સુધી તેજસ્વિતા પાથરી હતી હમણાનો દાખલો લઇએ તો ગુજરાત રાજયમાં આ જ્ઞાતિના ૮ થી ૯ ધારાસભ્યો હતા અને તેમાંથી ત્રણ તો ગુજરાત સરકારમાં અનેરૂ સ્થાન ધરાવતા હતા સ્વ. શશીકાંતભાઇ લાખાણી પોરબંદરના સ્વ. બાબુભાઇ લાલ ભાણવડ સ્વ. હિંમતલાલ મુલાણી રાધનપુર સતા મંડળમાં હતા આ જ્ઞાતિના બીજા ધારાસભ્યો પણ સ્થાન ધરાવતા હતા.

ધીરે ધીરે રાજકીય પક્ષોએ આ જ્ઞાતિના ઉપેક્ષા વૃત્તિ વધારી દીધી સમાજના સારા હોશિયાર લોકો નો સાથે લઇ લેવાના અને જ્ઞાતિના યુવાનો લોકો અને હોદ્દેો સ્થળ ન મળે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. સમાજમાં અન્ય જ્ઞાતિઓ હવે પોતાના સમાજનું પ્રતિનિધિત્વ કાયમ માટે જળવાઇ રહે તેવા પ્રયત્નો હવે ખુબ જ થવા લાગ્યા છે દરેક સમાજ ઇચ્છે છે કે પોતાના સમાજનું વજન રાજકારણમાં રહે તે યોગ્ય છે. તેમ મુકેશભાઇ દત્તાએ વધુમાં જણાવેલ છે.

રાજકોટના જાણીતા દાનવીર શિક્ષણકાર ઉદ્યોગપતિ અને સમાજના શ્રેષ્ઠી એવા સ્વ. જયંતિભાઇ કુંડલીયા પણ વારંવાર કહેતા કે જ્ઞાતિમાં રાજકારણ ન હોવું જોઇએ  પણ જ્ઞાતિએ રાજકારણમાં સક્રિય રહેવું જોઇએ. દરેક ગામ શહેરના આપણી લોહાણા જ્ઞાતિના આગેવાનો પ્રમુખોએ જ્ઞાતિના યુવાનો આગેવાનો સક્રિય રીતે આગળ આવે સમાજમાં કાર્યો રાજકારણ થકી ઉકેલાઇ અને અન્ય રીતે પોતાનું મહત્વ જળવાય તે જરૂરી છે આવનારી રર મી સદી જરૂરી રહેવાની છે. પક્ષોએ પણ સમાજને નબળો ન ગણે ફકત ઉપયોગ થાયને નજર અંદાજ ન કરે તે હવે સમજી લેવું જરૂરી છે. દરેક જ્ઞાતિ ગુજરાતના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને જોરદાર જ્ઞાતિવાદ કરે છે ત્યારે હું મુકેશ દત્તા મારા સમાજને જાગૃત કરવા બાબતે જોરદાર પ્રયાસ કરીશ સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજની વસ્તી ધરાવે છે આ સમાજની દરેક પક્ષને જરૂર પડે છે. આગામી ચૂંટણીમાં તેનું પરિણામ બતાવી આ સમાજને કોઇપણ પક્ષ નબળો ના સમજે આ સમાજ દાદા જસરાજ અને જલારામબાપાના વંશજો છે. જલેશભાઇ લાખાણી સુરત અને નવસારીની જવાબદારી પછી પંકજભાઇ કાનાબાર જુનાગઢની જવાબદારી કમલેશભાઇ કાનાબાર રાજકોટની જવાબદારીના ચળવળને આગળ વધારવા માટે નિવેદન કરૃં છું તેમ પાલિકાના મુકેશભાઇ દત્તાએ જણાવેલ છે.

(12:54 pm IST)