Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

મોરબી-માળીયામિંયાણા પંથકમાં કાળાડીબાંગ વાદળા વચ્ચે ઝરમર વરસાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૬:મોરબી વરસાદની આગાહીને પગલે ગઈકાલ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને સાંજના સમયે છાંટા પડ્યા હતા.

આજ સવારથી મોરબી માળીયા પંથકમા ઝરમર ચાલુ થયાનું જાણવા મળી રહયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ઠંડીનું જોર વધ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી શહેર અને જીલ્લામાં રાત્રીથી જ વાતવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી છાટા વરસી રહ્યા છે જેને પગલે વાતાવરણમાં ઠંકડ ફેલાઈ છે તો રોગચાળો વધવાની શકયતાઓ પણ જણાઈ આવે છે.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા હતી જે મુજબ મોરબી શહેર અને જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને રાત્રીથી જ કમોસમી છાટા વરસી રહ્યા છે જે વહેલી સવારથી યથાવત જોવા મળી રહ્યા છે તો મોરબી શહેર, ગ્રામ્ય,માળીયાના ખાખરેચી, વેજલપર, વેણાંસર, ધાટીલા સહિતના રણકાંઠાના ગામોમાં કમોસમી છાટા પડી રહ્યા છે તો કમોસમી છાટા પડવાથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વધારે વરસાદ પડે તો જીરું, ચણા, રાયડો સહિતના પાકોમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે તો વાતાવરણમાં પલટાને કારણે રોગચાળો વધવાની શકયતાઓ પણ જણાઈ આવે છે.

(12:54 pm IST)