Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પોરબંદરમાં સોનલ માતાજીના ૯૮માં પ્રાગટય દિનની ઉજવણી : પરંપરાગત ચારણી રાસની રમઝટ : શોભાયાત્રા નીકળી

નગરપાલિકા પ્રમુખ તથા અન્ય મહાનુભાવોના સન્માન : ભાવપૂજન તથા રાત્રીના લોકડાયરો યોજાયો

પોરબંદર, તા. ૬ :  સમસ્ત ચારણ- ગઢવી સમાજ દ્વારા આઇશ્રી સોનલ માતાજીના ૯૮માં પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા ધર્મસભા મહાઆરતી તથા મહાપ્રસાદ તેમજ પરંપરાગત ચારણી રાસની રમઝટ બોલી હતી રાત્રે લોકડાયરો યોજાયો હતો.

પોષ સુદ બીજા એટલે પરમ વંદનીય સોનલ માનો પ્રાગટય દિવસ જેને ગઢવી સમાજનું નૂતન વર્ષ કહેવામાં આવે છે. એવા આ પાવન અવસરે સવારે શ્રી આલબાઇ માતાજીના મંદિરેથી વાછરાડાડાના મંદિર થઇ નીજ મંદિર સુધી ખુલ્લી જીપમાં મા સોનલની તસ્વ્ીર સાથે આગળ ઘોેરેશ્વારો અને બહોળી સંખ્યામાં ચારણ-ગઢવી સમાજના લોકો તેમજ આઇ માને માનનાર અન્ય સમાજના લોકો દ્વારા આ શોભાયાત્રા સુંદર રીતે સંપન્ન થયેલ. સોનલ મંદિર ચારણ-કન્યા છાત્રાલય બોખીરા ખાતે આ શોભાયાનું પરંપરાગત સન્માન કરવામાં આવેલ અને ત્યારબાદ આ શોભાયાત્રામાં જોડાયેલ ચારણ ઋષી પૂજય જીવણ ભગત તથા ભુવાઆતા રણજીતઆતા (છત્રાવા) તેમજ સમાજના મહાનુભાવો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિતિમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બન્ને પૂજય જીવણ ભગત તથા પૂજય રણજીઆતાના આશિર્વાદ પ્રાપ્ત થયેલ અને સમસ્ત ચારણ-ગઢવી સમાજ પોરબંદરના પ્રમુખ અને પૂર્વ સી.એમ.ઓ. ડો. ભરતભાઇ ગઢવીએ પ્રાસંગિક પ્રવચન કરેલ. ત્યારરબાદ મહાઆરતી અને મહાપ્રસાદનો સૌએ લાભ લીધેલ મહાપ્રસાદના દાતા સ્વ. શ્રી સામતભાઇ ડોસાભાઇ સુમણીયા પરિવાર રહ્યો.

ચારણી પરંપરાગત રાસ-મણીયારો તથા તાળી રાસ સમાજના નામી કલાકારો દ્વારા સંપન્ન થયેલ સ્ટેજ સંચાલન જગદીશભાઇ ખડીયાએ કરેલ. સાંજે શ્રેષ્ઠીઓના ભાવપૂજન અને સન્માન કાર્યક્રમની શરૂઆત દિકરીઓના મુખે માતાજીની સ્તુતી દ્વારા કરવામાં આવેલ. પ્રારંભમાં સમસ્ત ચારણ-ગઢવી સમાજના પ્રમુખ ડો. ભરતભાઇ ગઢવીએ સ્વાગત પ્રવચન કરી અને પરમ પૂજય સોનબાઇ મા દિશે અને તેમના વિચારો વિશે વિગતવાર છણાવટ કરેલ. ખાસ કરીને કન્યા કેળવણી, સામાજીક સમરસ્તા, કુરીવાજો બંધ કરવા, અન્ય જ્ઞાતિ સાથે સમરસતા કેળવી સમાજને ઉપયોગી થવું અંધશ્રધ્ધામાં ન પડવું વિગેરે સોનલ માના જે આદેશો હતા તેની ડો. ભરતભાઇ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી.

પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) શ્રીમાન કનુભાઇ વી. બાટી દ્વારા હૃદયસ્પર્શી પ્રભાવશાળી પ્રાસંગિક વકતવ્ય આપવામાં આવ્યું. જેમાં કવિ દુલા ભયા કાગની રચના હેજી તારા આંગણીએ વિગેરેનો ઉલ્લેખ કરી ચારણ-ગઢવી સમાજમાં રાગ દ્વેશ એક બાજુ મુકી નેક અને એક બનવાની વાતશ્રી બાટી એ વ્યકત કરી ઉપસ્થિત સૌ શ્રેષ્ઠીઓ તેમજ ચારણ-ગઢવી સમાજના ઉપસ્થિત સો અધિકારીઓ કર્મચારીઓનું સાલ ઓઢાડી, પૂજય સોનલ માનો ફોટો પ્રસાદી રૂપે આપી ભાવપૂજન કરવામાંં આવેલ. બહોળી સંખ્યામાં શહેરના ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત હતા. જેમાં ભરતભાઇ ઓડેદરા (માજી સાંસદ), વિમલજીભાઇ ઓડેદરા (યુ.કે.)- પ્રમુખ ઇન્ટરનેશનલ મહેશ સુપ્રિમ કાઉન્સીલ તેમજ સરજુભાઇ કારીયા (પ્રમુખ પોરબંદર નગરપાલીકા), હિરલબા બહેન જાડેજા, મુરબ્બી રાજભા જેઠવા (પ્રમુખ, પોરબંદર રાજપૂત સમાજ), સૂર્યદેવસિંહ જાડેજા (પ્રમુખ પોરબંદર યુવા રાજપૂત સમાજ), ડો. ભરડા (પ્રિન્સીપાલ, ગોઢાણીયા બી.એઙ કોલેજ), ગાંગાભાઇ ઓડેદરા (કાઉન્સીલર), રામદેવભાઇ મોઢવાડીયા (ચેરમેન, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ), લાખણશીભાઇ ગોરાણીયા (સ્થાપક પ્રમુખ, જેસીઆઇ પોરબંદર પ્લસ), ડો. સુરેશભાઇ ગાંધી (સીનીયર મોસ્ટ ફીજીશ્યન), ડો. એન. યુ. જાડેજા (સીનીયર મોસ્ટ સર્જન), ડો. કૌશિકભાઇ પરમાર (પ્રમુખ, આઇ.એમ.એ.), ડો. અનિલભાઇ દેવાણી (ચેરમેન, પોરબંદર વિભાગીય નાગરિક સહકારી બેન્ક લી), લકકીરાજસિંહ વાળા (પ્રમુખ, પોરબંદર શહેર યુવા ભાજપ), ભરતભાઇ રાજાણી (લોહાણા અગ્રણી અને પૂર્વ પ્રમુખ ડીસ્ટ્રીકટ ચેમ્બર), શ્રી ભરતભાઇ મોદી (પથદર્શક, ચેમ્બર ઓફ કોમર્સ), શ્રી રાજેશભાઇ લાખાણી (અગ્રણી લોહાણા સમાજ), રમેશભાઇ પટેલ (પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત, પોરબંદર), જીવાભાઇ ભૂતિયા (પૂર્વ પ્રમુખ, છાંયા નગરપાલિકા), ડાયાભાઇ જોષી તથા યોગેશભાઇ (બ્રહ્મસમાજ) તથા ગઢવી સમાજના બાટી (પ્રાંત અધિકારી), એચ.એસ. લાંગા (સીનીયર જજ અને લીગલ સેક્રેટરી), અનિલભાઇ લીલા (સરકારી વકીલ), હાર્દિકભાઇ ગઢવી (પી.એ. ટુ કલેકટર), નારણભાઇ ગઢવી (એલ.સી.બી. પી.એસ.આઇ.) ડો. હિમાંશુ ગઢવી, ડો. શકિત ગઢવી (એઇમ્સ દિલ્હી) વિગેરે તેમજ આદરણીયા સોનલબહેન ભોજાણી, સમાજના ડીંગળ-પીંગળ વિગેરેના અનુભવી કવિ હૃદય ભાઇજીભાઇ ચાટકા અને લાસ્ટ બટ નોટ લીસ્ટ રાજાભાઇ રૂડાચ (પ્રમુખ સી.જી.આઇ.એફ.) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:53 pm IST)