Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પોરબંદર એસઓજી દ્વારા બોટ ચેકિંગ

જુનાગઢ : રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લામાં દરિયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ અને દરિયામાં થતી ગે.કા. પ્રવૃતિ અંગેની માહિતી મળે તે હેતુસર તથા આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે વાઇબ્રેન્ટ ગુજરાત સમીટ ર૦રર કાર્યક્રમ યોજાનાર હોય જે અન્વયે મહાનુભાવશ્રીઓની સુરક્ષા અને આંતરીક સુરક્ષાઓને ધ્યાને લઇ જરૂરી તકેદારી  ભાગરૂપે પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા પો. સબ. ઇન્સ. એચ.સી. ગોહિલનાઓને સુચના આપવામાં આવેલ. જે સુચના આધારે પો. ઇન્સ તથા પો.સબ. ઇન્સ. તથા એસ.ઓ.જી. ટીમના માણસો દ્વારા સુભાષનગર જેટી વિસ્તાર તથા અસ્માવતી, જુના બંદર, લકડીબંદર ખાતે આંતરીક સુરક્ષા અને હાલની પરિસ્થિીતને ધ્યાને રાખી બોટોનું સઘન ચેકિંગ  કાર્યવાહી  સાથોસાથ હોટલ ધાબા લેન્ડીંગ પોઇન્ટ તથા સંવેદનશીલ સ્થળો તથા આંગડીયા પેઢીની ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં પી.આઇ. કે.આઇ. જાડેજા પી.એેસઆઇ એચ.સી. ગોહિલ તથા એએસઆઇ એમ.એમ.ઓડેદરા, કેબી.ગોરાણીયા તથા પો. હેડ કોન્સ. સરમણભાઇ સવદાસભાઇ, મહેબુબખાન બેલીમ, રવીભાઇ ચાઉં તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, વિપુલભાઇ બોરીચા, મોહિત ગોરાણીયા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ડ્રા. માલદેભાઇ પરમાર રોકાયેલા હતા. બોટોમાં ચેકિંગ કરવામાં આવ્યું તે તસ્વીરો.

(12:53 pm IST)