Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

દેવભૂમી દ્વારકા જીલ્લામાં એક જ દિ'માં ૧૭ નવા કોરોના કેસથી ચિંતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહથી દરરોજ નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં ગઈકાલે તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. બે તાલુકામાં કુલ ૧૭ નવા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે બુધવારે કરવામાં આવેલા ખંભાળિયા તાલુકાના ૩૩૦, કલ્યાણપુર તાલુકાનાં ૩૦૬, ભાણવડ તાલુકાના ૨૯૯ અને દ્વારકા તાલુકાના ૧૯૨ મળી કુલ ૧,૧૨૭ કોરોના ટેસ્ટમાં દ્વારકામાં નોંધપાત્ર અને ચિંતાજનક એવા ૧૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાણવડ તાલુકામાં પણ વધુ બે નવા દર્દીઓનો ઉમેરો થયો છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં એકપણ નવો દર્દી નોંધાયો નથી. આમ, ૨૪ કલાકમાં સતર નવા કેસ નોંધાતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ કોરોના કેસના ડબલીંગ રેશિયોમાં સામેલ થયો છે.

રવિવારે પાંચ, સોમવારે એક તથા મંગળવારે ચાર બાદ ગઈકાલે એક સાથે ૧૭ કેસ નોંધાતા જિલ્લાના લોકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

(12:51 pm IST)