Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જામનગરમાં સમાધાન માટે બોલાવી બોલચાલી થતા માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ નાથાભાઈ સોલંકી, ઉ.વ.૪પ, રે. હનુમાન ટેકરી દલીતનગર, શેરી નં.૧, દશામાતાજીના મંદિર પાસે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૧–રરના રેલ્વે ફાટક પાસે, મેલડી માતાના મંદિર પાસે, આરોપી પ્રદિપ કારાભાઈ પઢીયાર એ ફરીયાદી નરેશભાઈને પોતાના ઘરે અગાઉ ના મનદુઃખ બાબતે સમાધાન કરવા માટે બોલાવતા તે દરમ્યાન વધુ બોલાચાલી થતા આરોપી પ્રદિપ કારાભાઈ પઢીયાર એ ફરીયાદી નરેશભાઈને આંખમાં ચટણી ઉડાળી લોખંડના પાઈપનો ઘા કરતા ફરીયાદ નરેશભાઈના ડાબા ગાલ ઉપર ઈજા કરી સારવાર દરમ્યાન બે–ત્રણ ટાંકા આવતા તેમજ આરોપી ડાયબેન કારાભાઈ પઢીયાર, પ્રદિપના કાકા, રે. જામનગરવાળા એ ફરીયાદી નરેશભાઈને ઢીકાપાટુનો માર મારતા મુંઢ ઈજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ગુલાબનગરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.પ–૧–ર૦રર ના ગુલાબનગર, કિષ્ના પાર્ક, હુસેનાબેન સલીમભાઈ મોવરના રહેણાક મકાન પાસે જામનગરમાં આ કામના આરોપી નસીમબેન યુસુફભાઈ હસનભાઈ હીંગોરા, હુશેનાબેન સલીમભાઈ મહમદભાઈ મોવર, રુકશાનાબેન કાસમભાઈ હુશેનભાઈ હીંગોરા, સબાનાબેન રફીકભાઈ જુસબભાઈ સમા, જીલુબેન હુસેનભાઈ અબ્બાસભાઈ હીંગોરા, રે.જામનગરવાળા જાહેરમાં ગોળકુંડાળું વળી બેસી ગંજીપતાના પાના વડે તીનપીત રોનપલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૩૧,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

દુકાન માંથી મોબાઈલ ચોરી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં યશપાલસિંહ રતુભા ચુડાસમા, ઉ.વ.ર૩, રે. ગાંધીનગર મોમાઈનગર, શેરી નં.ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧ર–ર૦ર૧ ના ગાંધીનગર, બળીયા હનુમાન મંદિર સામે ફરીયાદી યશપાલસિંહની દુકાનના ટેબલ ઉપર રાખેલ એપલ કંપનીનો આઈફોન કિંમત રૂ.પ૦,૦૦૦/– કોઈ અજાણ્યા બે માણસો નજર ચુકવી ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:01 pm IST)