Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જીબીઆ ટીમ દ્વારા અમરેલીમાં બાળકોને પતંગ - નાસ્તો - દફતર - સ્કૂલ કીટ - ચકલી ઘર - માળાનું વિતરણ કરાયું

બ્લડ ડોનેશન કેમ્પમાં એમડી તથા જોઇન્ટ એમડી દ્વારા રકતદાન કરાયું

રાજકોટ તા. ૬ : જીબીઆ, અમરેલી દ્વારા આયોજિત સોશિયલ એકિટવિટી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મેનેજિંગ ડિરેકટર પીજીવીસીએલ  વરૂણકુમાર બરનવાલ તેમજ જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર પીજીવીસીએલ શ્રી પ્રીતિ શર્મા ઉપસ્થિત રહેલ હતા.

મેનેજિંગ ડિરેકટર તથા જોઈન્ટ મેનેજિંગ ડિરેકટરે જીબીઆ, અમરેલીની નીચે મુજબની તમામ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓમાં ઇજનેરો સાથે રહી ભાગ લીધેલ.

જીબીઆ, અમરેલી સંચાલિત 'માનવતાની મહેંક'માં કપડા, રમકડાં, સ્કુલ બેગ, ગરમ કપડાં, બુટ - ચપ્પલ વગેરે વસ્તુઓની ગોઠવણી કરવામાં આવેલ.

બ્રાહ્મણ સોસાયટીની ઝૂપડપટ્ટીના બાળકોને ચીકી, લાડુ, નાસ્તો, પતંગ, દોરીની વહેચણી કરવામાં આવેલ.

ઝૂપડપટ્ટીના ભણવા જતાં બાળકોને શાળાએ જઈ સ્કુલ કીટ, શાલ, ચોકલેટ, બિસ્કીટ વિતરણ સાથે તેમને ભણાવતા શિક્ષકોને પ્રોત્સાહન ભેટ આપવામાં આવેલ.

મજુર અદાલત સામેની ઝૂપડપટ્ટીની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની ચિ. સંજનાને સાયકલ ભેટ આપી ઝૂપડપટ્ટીના બાળકોને દફતર, સ્કૂલ બેગ, શાલ, ચીકી, લાડુ, નાસ્તો, પતંગ, દોરી વિતરણ કરવામાં આવેલ.

સીનીયર સીટીઝન પાર્ક ખાતે લુપ્ત થતી પ્રજાતિ ચકલી ના સંરક્ષણ હેતુ ચકલી ઘર (માળા)નું વિતરણ કરવામાં આવેલ.

મેનેજિંગ ડિરેકટર વણકુમાર બરનવાલ અને જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર પ્રીતિ શર્મા દ્વારા જીબીઆ, અમરેલી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૧૦૮ યુનિટ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ.

કાર્યક્રમમાં ઇન્ચાર્જ અધિક્ષક ઈજનેર  પી જી પરીખ, કાર્યપાલક ઇજનેર અમરેલી - ૧ કે આર પરીખ, કાર્યપાલક ઇજનેર સાવરકુંડલા જે એસ દહીયા, કાર્યપાલક ઇજનેર ઉના બી બી માણાવદરીયા અને પીએ ટુ એમડી નાયબ ઈજનેર શ્રી મિલાપ દોશી હાજર રહેલ.

 

કાર્યક્રમના અંતમાં મેનેજિંગ ડિરેકટર શ્રી અને જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર શ્રી ના ઇજનેરો સાથેના સંવાદ માં સોશિયલ એકિટવિટી કાર્યક્રમના આયોજન અને સફળતા બદલ ટીમ જીબીઆ, અમરેલી ને અભિનંદન પાઠવવામાં આવેલ.

 

એમ એમ કડછા, એડિશનલ જનરલ સેક્રેટરી અને કે બી પોંકિયા, સર્કલ સેક્રેટરી દ્વારા મહેમાનોની આભાર વિધિ  કરાઈ હતી

(12:50 pm IST)