Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સાવરકુંડલા : સરપંચની ચૂંટણીમાં બોલીવુડનો દબદબો રહ્યો

સાવરકુંડલા,  તા. ૬ : સાવ સાદા લગભગ દોઢસો રુપિયાની કિંમતના પ્લાસ્ટીકના ચપ્પલ, બસ્સો રુપરડીનુ શર્ટ અને સીત્તેર રૂપિયાનો લેંધો પહેરી એક વેપારી સાવ લઘર વઘર કાનપુરની બજારમાં રખડ્યા કરે. બાઈક પણ સાવ જુની અને કાર લગભગ સત્તર વર્ષ જુની. આવા માણસને પહેલી નજરે જોતા લાગે કે આની પાસે કુલ મુડી રોકડમાં હશે પંદરસો રૂપિયા, પરંતુ સબુર,  આ મહાશય પાસે ભારતના ઈતિહાસમાં સૌથી વધુ એવી રોકડ રકમ હતી. હતી એટલા માટે કે જીએસટી નહી ભરવાના કારણે આમની લગભગ બસ્સો કરોડની રોકડ, પચ્ચીસ કીલો સોનાની પાટો જેની કિંમત એકસો પચ્ચીસ કરોડ જેવી થાય છે એ  અને એવી બીજી મિલ્કત સરકારે જપ્ત કરી છે. પરંતુ મજાની વાત એ છે કે આ પીયુષ જૈન ગઝબનો માણસ નીકળ્યો, રીઝર્વ બેંક પાસે જેટલી રોકડ હાજર સ્ટોકમાં હોય તેટલી રકમ તેણે પોતાના ઘરમાં સંગ્રહી હતી. ઘરની દીવાલોમાં, પાણીની ટાંકીમાં , રસોડોમાં અને લગભગ તમામ જગ્યાએ. જીએસટીના અધિકારીઓએ જ્યારે ધરની રેડ પાડી ત્યારે તેને એવુ અનુમાન હતુ કે નીકળશે બે ચાર કરોડ રુપિયા., પરંતુ પીયુષ જૈને તો બેવડી સદી ફટકારી દીધી. બસ્સો સત્તાવન કરોડ રુપિયા એટલે એટલી મોટી રકમ  કે ગણતા દીવસો નીકળી જાય. એક હિન્દી ચેનલના એન્કરની વાત માનીએ તો ભારતના એવરેજ જે નાગરીક છે તેની સરેરાશ ઈન્કમની સાથે સરખામણી કરીએ તો આ રકમ કમાતા ભારતના સામાન્ય નાગરીકને બાર હજાર વર્ષ સુધી કમાણી કરવી પડે. કદાચ આ વર્ષ વધુ પડતા હોય તો પણ બસ્સો કરોડ રુપિયા કમાવવા માટે સો-બસ્સો જન્મતો લેવાજ પડે. આટલી મોટી રકમ ટીવીના સ્ક્રીન પર જોઈ એકસો ત્રીસ કરોડની વસ્તી ધરાવતા આ દેશના નવ્વાણું ટકા એટલે કે  એકસો ઓગણત્રીસ કરોડ લોકોએ ધરમાં ટીવી પર આ ન્યુઝ જોઈ નીસાસા નાંખ્યા.

પીયુષ જૈનની રોકડ રકમ માત્ર આયકર વિભાગ, જીએસટી વિભાગ કે પોલિસ વિભાગ પુરતી સીમીત નથી રહી. હવે તે ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની ગયો છે. પીયુષ જૈનની રોકડ રકમ પકડાઈ તે પહેલા ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે આ પીયુષ જૈનની સાથે મળીને સમાજવાદી અત્તર કાર્યકરો અને મતદારો માટે લોન્ચ કર્યુ હતુ. ભાજપ અને યોગી આદિત્ય નાથ કહે છે કે આ રકમ મુળતો અખિલેશ યાદવની છે અને તે આગમી વિધાનસભામાં ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવવાનો હતો. તો સપાના નેતાઓ એવો દાવો કરે છે કે આ પીયુષ ભાજપ સાથે સંકળાયેલો છે. પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પીયુષ જૈન હાલ તો કેન્દ્ર સ્થાને આવી ગયો છે.

આ વખતે સરપંચની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં બોલિવુડ સાથે અંગત સંકળાયેલા લોકો મેદાન મારી ગયા. આ વાંચીને કદાચ સૌને નવાઈ લાગે પરંતુ આ વખતે બે એવા લોકો ચૂંટણી જીત્યા કે જેની સાથે બોલિવુડના માંધાતાઓ સીધા સંકળાયેલા છે.

પ્રથમ વાત કરીએ રાજુલા મોરીંગ ગામની સરપંચની ચૂંટણીની. અહિયા ૭૦ વર્ષના ભાણજીભાઈ  રાઠોડ ચૂંટણી લડતા હતા. તમને એમ થાય કે આટલા વૃધ્ધ માણસને વળી બોલિવુડ સાથે શું લેવા દેવા, તો સાંભળો મીત્રો, ભાણજીભાઈના પુત્ર મહેશ રાઠોડ લતા મંગેશકરના સૌથી નજીકના અને મુખ્ય સહાયક છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી લતા દીદીના પડછાયાની જેમ રહેતા મહેશ રાઠોડ આખો દિવસ લતા દીદી સાથે જ હોય છે અને વડાપ્રધાન મોદીથી લઈ અમિતાભ બચ્ચન, ધરમેન્દ્ર કે પછી કોઈ પણ હિન્દી ફિલ્મના હિરો હીરોઈન એવા નથી જે મહેશભાઈને વ્યકતીગત ઓળખતા ના હોય કે પરીચીત ના હોય. પોતાના પીતાજીને જીતાાડવા મહેશભાઈ દીદી પાસેથી રજા લઈ વીશ દિવસ મોરંગી રોકાયા, દીવસ રાત મહેનત કરી પોતાના પીતાજીને વિજયી બનાવ્યા.

તો બગસરાના બાલાપુરમાં સરપંચ પદે શારદાબહેન કરસનભાઈ પટેલ વિજયી બન્યા. શારદાબહેનનો પુત્ર રાજેશ પટેલ બોલિવુડમાં ફિલ્મ પ્રોડ્યુસર અને પ્રમોટર છે. અમિતાભ બચ્ચન હોય કે કુમાર મંગત પાઠક હોય કે પછી કરણ જોહર કે પછી આદિત્ય ચોપડા કોઈ પણ બોલિવુડના અભીનેતાઓ કે પ્રોડ્યુસરો રાજશ પટેલથી પરિચત ના હોય તેવુ નથી. આ રાજેશ પટેલના માતા પણ બાલાપુર ચૂંટણીમાં ઉભા રહ્યાં અને રેકોર્ડ બ્રેક મતથી ચૂંટાઈ આવ્યા.

બંને ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો અને બંને સરપંચોએ સોગંધ ખાધા છે કે પોત પોતાના ગામને દેશનુ અને ગુજરાતનુ સૌથી રળિયામણુ ગામ બનાવીશું.(૯.પ)

સંકલન

- મહેન્દ્ર બગડા

સાવરકુંડલા

મો. ૯પ૧૦ર ર૭૯૦૯

(12:50 pm IST)