Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જુનાગઢમાં મકાન ભાડે રાખી શરૂ કરેલા જુગાર-અડ્ડાનો પર્દાફાશઃ ૧૬ જુગારી પકડાયા

રોકડ અને ૧૪ મોબાઇલ સહીત રૂ. રપ૬ લાખનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૬: જુનાગઢમાં મકાન ભાડે રાખી શરૂ કરેલા જુગાર અડ્ડાનો રાત્રે ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી ૧૬ શખ્સોને ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી લઇ રૂ.ર.પ૬ લાખથી વધુનો મુદામાલ  કબ્જે કરતા જુગારીઓમાં હલચલ મચી ગઇ હતી.

જુનાગઢમાં ઢાલ રોડ પાસેની મચ્છીપીઠમાં અબ્દુલ રહેમાન ઉર્ફે રહીમ આર.કે. અબ્દુલ કયુમ જુણેજાએ શેલાઝ કરીમ શેખનું મકાન ભાડે રાખી ઘોડી પાસાના જુગારની કલબ શરૂ કરી હોવાની માહીતી મળતા એસપી રવી તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી ભાટી, પીએસઆઇ શ્રી બડવા તેમજ હેડ કોન્સ. શબ્બીરખાન બેલીમ સહીતના સ્ટાફે ગત રાત્રે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં ક્રાઇમ બંચે અબુલ રહેમાન તથા શેબાઝ ઉપરાંત હસન ઉમર સાટી, વિજય ઉર્ફે ભુરો પરસોતમ ચુડાસમા, દિપક ઉર્ફે ભોળો પોલાભાઇ ચુડાસમા, મહદ ઇકુ જુણેજા, સાજીદ ઉર્ફે ચોટી ગોકળ શેખ, અલ્તાફ, યુસુફ કુરેશી, અલ્તાફ અલારખા બ્લોચ, ઇમરાન ઉર્ફે રણજીત નુરમામદ ઉર્ફે મુન્નો મકરાણી, મહમદ અમીન કયુમ જુણેજા, મકીર આમદ પંજા, એજાજ આમદ સેતા, ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર અર્બુલ  રજાક કુરેશી, જગદીશ તનસુખ રાજા અને નુરમહમદ ઉર્ફે મુન્નો અબલા મકરાણીને ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડયા હતા.

એલસીબીએ જુગારીઓ પાસેથી રૂ.૧,૮૭, ૯૭૦ની રોકડ તેમજ નાલના રૂ.૧૦૮પ૦૦ અને રૂ. પ૮ હજારની કિંમતના ૧૪ મોબાઇલ ફોન સહીત કુલ રૂ. ર,પ૬,૪૭૦નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ તેજી બડવા, જમાદાર શબીરખાન ઉપરાંત વાય.એસ.જાડેજા, વિક્રમ ચાવડા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, ભરત સોનાખા, મયુર કોડીયાતર, ભરત સોલંકી, મુકેશ કોટીયાતર અને વરજાંગભાઇ બોરીચા વગેરે રોકાયા હતા.

(12:50 pm IST)